Homeદેશ વિદેશબાળક મેકડોનાલ્ડ્સમાં બર્ગર ખાઈ રહ્યો હતો, અચાનક થયું કંઇક એવું કે પછી...

બાળક મેકડોનાલ્ડ્સમાં બર્ગર ખાઈ રહ્યો હતો, અચાનક થયું કંઇક એવું કે પછી…

તેલંગાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ઉંદર બાળકને કરડ્યો હતો. મળતી માહિતી મુજબ, 8 વર્ષનો એક છોકરો તેના માતા-પિતા સાથે લંચ માટે મેકડોનાલ્ડ્સમાં ગયો હતો, જ્યાં તેને ઉંદરે ડંશ માર્યો હતો. આ ઘટના કોમ્પલ્લીની એસપીજી હોટેલમાં મેકડોનાલ્ડસમાં બની હતી. 8 માર્ચે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના સમયે 8 વર્ષીય બાળક તેના માતા-પિતા સાથે હતો.
વાઇરલ થઇ રહેલા વીડિયો અનુસાર, ઉંદર વોશરૂમમાંથી બહાર આવે છે અને રેસ્ટોરન્ટના બેઠક વિસ્તારમાં પ્રવેશ કરે છે. થોડી વાર પછી, તે છોકરાની ચડ્ડી પર ચઢી જાય છે અને તેને કરડે છે. બાળકના પિતા આ જુએ છે, તેઓએ તરત જ બાળકની ચડ્ડીમાંથી ઉંદર કાઢીને ફેંકી દીધો, પરંતુ ત્યાં સુધીમાં ઉંદર બાળકને કરડી ગયો હતો. આ ઘટના પછી તરત જ, છોકરાના માતા-પિતા તેને બોવેનપલ્લીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને બાળકને ટિટાનસ અને હડકવા વિરોધી ઇંજેક્શન્સ આપવામાં આવ્યા હતા. 9 માર્ચે છોકરાના પિતાએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે આ ઘટના અંગે FIR નોંધાવી હતી. છોકરાના પિતા આર્મી ઓફિસર છે. તેમણે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
તેલંગણામાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે. તેલંગાણાના નિઝામાબાદમાં થોડા દિવસ પહેલા રખડતા કૂતરાઓએ 5 વર્ષના બાળક પર એટલો જોરદાર હુમલો કર્યો હતો કે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular