જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈ પણ ગ્રહનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચરની 12-12 રાશિઓના જાતકો પર શુભ અને અશુભ અસર જોવા મળે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો અલગ અલગ પ્રકારના ઘણા યોગ અને રાજયોગોનું નિર્માણ થાય છે, જે અમુક રાશિના જાતકો માટે લાભકારી હોય છે. બુધવાર, 24મી મેના દિવસે આવો જ એક યોગ બનવા જઈ રહ્યો છે. આવતી કાલે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે.
ચંદ્રના કર્ક રાશિમાં પ્રવેશ કરવા દરમિયાન ચંદ્રનું મિલન મંગળ સાથે થશે અને મંગળ પહેલાંથી જ કર્ક રાશિમાં બિરાજમાન છે. આવી પરિસ્થિતિમાં ચંદ્ર અને મંગળની યુતિ ખુબ શુભ મહાલક્ષ્મી રાજયોગ બનાવી રહી છે. 24મી મેના બનવા જઈ રહેલાં મહાલક્ષ્મી રાજયોગનો શુભ પ્રભાવ આમ તો દરેક રાશિના જાતકો પર પડશે, પરંતુ ત્રણ જાતકો માટે આ યોગ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે, આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ…
મેષ:
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ચંદ્ર અને મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં મેષ રાશિના જાતકો પર અનુકૂળ પ્રભાવ પડશે. આ દરમિયાન મેષ રાશિના જાતકો આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ કરતા જોવા મળશે. આ દરમિયાન જૂના નાણા પરત મળવાની સંભાવના છે. પ્રમોશનના સંકેત આ દરમિયાન બની રહ્યાં છે. નોકરીના ક્ષેત્રમાં નવા અવસર મળવાની સંભાવના છે
મિથુન:
ચંદ્ર અને મંગળની યુતિથી બનનાર રાજ યોગ મિથુન રાશિના જાતકોને અનુકૂળ પરિણામ આપશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ નજર આવશે. આ સમયગાળામાં વેપારમાં લાભના સંકેત જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન વાહન, ઘર કે અન્ય સંપત્તિ ખરીદવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે પણ આ યોગ ખૂબ જ ખાસ રહેવાનો છે. આ સમયમાં આર્થિક વૃદ્ધિ થવાની પૂરેપૂરી સંભાવના છે અને તેની સાથે સાથે જ ખર્ચ પર પણ કામ મુકી શકાય એમ છે. આ સમયે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. નોકરી શોધી રહેલાં લોકોને પણ તેમના પ્રયાસોમાં સફળતા મળી શકે છે.