અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે એક ખાનગી બસમાં આગ લાગતા એક વૃદ્ધ મહિલાનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ગત મોડી રાતે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસફરોને તાત્કાલિક બહાર કઢાયા હતા, પરંતુ એક વૃદ્ધ મહિલા દાઝી જતા મોતને ભેટ્યા હતા.
મળતી માહિતી મુજબ એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસ રાજકોટથી સુરત જઈ રહી હતી. બસ ચોટીલાના ‘આપાગીગાના ઓટલા’ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં અચાનક આગ લાગી હતી. જેને કારણે બસમાં સવાર મુસાફરોમાં ગભરાઈ ગયા હતા. ડ્રાઈવરે સમયસુચકતા વાપરી બસ ઊભી રાખી દીધી હતી અને મુસાફરો નીચે ઉતરી ગયા હતા. એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં તેમનું મોત નીપજ્યું હતું. અન્ય કેટલાક મુસાફરો સામાન્ય રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવાયા હતા.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગે તુરંત પહોંચીએ આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી બસ બળીને ખોખું થઇ ગઈ હતી. મૃતક વૃદ્ધાની ઓળખ નોઈડાના રહેવાસી 70 વર્ષીય લતા પ્રભાકર મેનન તરીકે થઇ છે. આગનું કારણ FSLની તપાસ બાદ જાણવા મળશે.
ચોટીલા પાસે પ્રાઈવેટ બસમાં આગ લાગી, દાઝી જતા એક વૃદ્ધાનું મોત
RELATED ARTICLES