Homeદેશ વિદેશફૂટબોલ સ્ટેડિયમમાં સેનાના જવાનને બદલે ડિસ્પ્લે થઈ પોર્ન સ્ટારની તસવીર!

ફૂટબોલ સ્ટેડિયમમાં સેનાના જવાનને બદલે ડિસ્પ્લે થઈ પોર્ન સ્ટારની તસવીર!

ભારતમાં લોકો જેમ ક્રિકેટ રમવા તથા જોવાનું પસંદ કરે છે, પરંતુ દુનિયામાં સૌથી લોકપ્રિય રમતમાં ફૂટબોલનું નામ પહેલા આવે છે. તાજેતરમાં આ રમત સાથે જોડાયેલી ખબર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની રહી છે. અમેરિકન નેશનલ ફૂટબોલ લીગની ટીમને શર્મસાર થવું પડ્યું હતું જ્યાં એક ડિસ્પ્લે બોર્ડમાં સેનાના જવાનને બદલે પોર્ન સ્ટાર જોની સિન્સની તસવીર લગાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર ગયા રવિવારે મિનેસોટા વાઈકિંગ્સ અને ડલાસ કાઉબોય વચ્ચેની મેચ દરમિયાન થઈ હતી.
મેચના થોડા દિવસ પહેલા વાઈકિંગ્સે તેમના ટ્વિટર પેજ પર સેનામાં સેવા આપનારા પરિવારના સભ્ય અથવા મિત્રોની કહાની શેર કરવા કહ્યું હતું. ટીમે આવા લોકોને સન્માનિત કરવાની યોજના બનાવી હતી, પરંતુ એક તસવીરને કારણે ટીમને શર્મસાર થવુ પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular