(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મહારાષ્ટ્રમાં મુંબઇ અને પુણે શહેર જે ઝડપી ગતિએ વિકાસ પામ્યા છે તેની સામે થાણે એ આયોજનબદ્ધ રીતે વિકસિત થયેલ શહેર છે. ટાઉન પ્લાનિંગ, રસ્તાઓ, બ્રિજ, એફઓબી, હૉસ્પિટલ, શાળાઓ જેવી માળખાકીય સુવિધામાં થાણે શહેરને રહેણાંક સંકુલ તરીકે એક સંપૂર્ણ શહેરનો દરજ્જો આપે છે. એક્સ્પોમાંથી ઘર પસંદ કરી ખરીદનારાઓનાં સૂચનો અને ફિડબેકને ધ્યાનમાં રાખીને એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી ઘર ખરીદનારાઓએ ક્રેડાઇ-એમસીએચઆઇ થાણેમાં ભરોસો મુક્યો છે. તમારા સ્વપ્નનું ઘર ખરીદવાની પ્રોપર્ટી ૨૦૨૩ થાણે એક્સ્પો જેવા સુરક્ષિત મંચ પરથી તમને તક મળે છે.
થાણેના રિયલ એસ્ટેટ માર્કેટમાં -સ્ટુડિયો એપાર્ટમેન્ટથી લઈને લક્ઝરી ઘર સુધી અને બંને શ્રેણી વચ્ચેના સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ઘ છે. ક્રેડાઇ-એમસીએચઆઇ થાણે તમારા સ્વપ્નનું ઘર ખરીદવા ન કેવળ સુરક્ષિત વાતાવરણ માટે સંખ્યાબંધ વિકલ્પો પણ આપે છે. મુંબઇથી થાણે વાહન ચલાવીને આવવું સુગમ બની ગયુ છે.
થાણે અન્ય વિસ્તારો સાથે જોડતી સર્વોત્તમ કનેક્ટિવિટી ધરાવે છે, અહીંના ફ્લાયઓવર્સ પહોળા છે અને કોપરી બ્રિજ પણ પહોળો કરાયો છે. બોરીવલી- થાણેને જોડતી ટનલ નેશનલ પાર્કમાં તૈયાર થશે, ફ્રી-વે ચેમ્બુરથી લંબાવીને થાણે સુધી લાવવામાં આવશે. કોસ્ટલ રોડ, મેટ્રો લાઇન, વોટર ટ્રાન્સપોર્ટ વગેરે તૈયાર થયા પછી થાણેની કનેક્ટિવિટી વધશે. હાલનું એરપોર્ટ (સીએસએમઆઇએ) અને નવી મુંબઇમાં ઊભું થઇ રહેલું નવું એરપોર્ટ (એનએમઆઇએ) થાણેથી ઝડપભેર પહોંચી શકાય છે. થાણેનું રિયલ એસ્ટેટ માર્કેટ ઝડપભેર વધી રહ્યું છે, તેની પાછળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટસ મહત્ત્વનું કારણ છે.
પ્રોપર્ટી ૨૦૨૩ થાણેમાંથી કેમ ખરીદી કરવી જોઇએ તેનું કારણ સરળ છે… થાણેમાં પ્રોપર્ટીની કિંમત વધી રહી છે, તેવું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષથી કાચામાલની કિંમત અને બાંધકામનો ખર્ચ વધી રહ્યો છે. ઘર ખરીદવામાં રસ ધરાવતા હોય તેમણે પ્રોપર્ટી ૨૦૨૩ થાણેની મુલાકાત લઇ ઘરનું બુકિંગ કરવું જોઇએ. એક જ છત નીચે સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ઘ હોવાથી ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર થઇ શકે છે. તમારું મનપસંદ ઘર ખરીદવા થાણે પધારો. થાણે વેસ્ટના રેમન્ડ ગ્રાઉન્ડ પર ૩ ફેબ્રુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન ૨૦મા પ્રોપર્ટી એન્ડ હોમ ફાઇનાન્સ એક્સ્પો થાણેમાં પધારો.
આયોજનબદ્ધ રીતે વિકસિત થાણે શહેર હવે રહેણાંક સંકુલ તરીકે પ્રથમ પસંદગી
RELATED ARTICLES