જાપાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્લેને 335 એર પેસેન્જર્સ સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ઉડાન ભરી હતી પરંતુ સાત કલાક પછી તે જ એરપોર્ટ પર લેન્ડ થયું હતું! જ્યાં પ્લેન લેન્ડ થવાનું હતું ત્યાં એરપોર્ટ પર કર્ફ્યુના કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું અને તેને પોતાના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પાછા જવું પડ્યું હતું.
માહિતી મુજબ જાપાન એરલાઈન્સ કંપનીની ફ્લાઈટ JL331એ ટોક્યોના હનેદા એરપોર્ટથી ટેકઓફ કર્યું હતું. પ્લેન ફુકુઓકા એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું પરંતુ ખરાબ હવામાનના કારણે પ્લેનને ફુકુઓકા એરપોર્ટ પર લેન્ડિંગ માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. આવી સ્થિતિમાં પ્લેનના પાયલટે પ્લેનને ફુકુઓકા નજીક કિતાકયુશુ શહેરમાં લેન્ડ કરવાનું વિચાર્યું પરંતુ મુસાફરોને લઈ જવા માટે કોઈ બસ ઉપલબ્ધ ન હતી. આવી સ્થિતિમાં વિમાનના પાઇલટે ટોક્યોના હનેદા એરપોર્ટ પર પાછા જવાનું નક્કી કર્યું. આ રીતે લગભગ સાત કલાકની ઉડાન પછી, વિમાનના 335 મુસાફરોએ જ્યાંથી ઉડાન ભરી હતી ત્યાં જ પાછા આવી ગયા હતા.
આ કોઈ પહેલો કિસ્સો નથી, જ્યારે કેટલાંક કલાકો સુધી ઉડાન ભર્યા બાદ વિમાન તે જ જગ્યાએ પાછું આવ્યું હોય જ્યાંથી તેણે ટેકઓફ કર્યું હોય. ગત સપ્તાહની શરૂઆતમાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડથી ન્યુયોર્ક જતા પ્લેનને પણ લગભગ 16 કલાકની ઉડાન બાદ ઓકલેન્ડ પરત લેન્ડ કરવું પડ્યું હતું. વાસ્તવમાં પ્લેન 9 હજાર માઈલની મુસાફરી કરીને ન્યૂયોર્ક પહોંચ્યું હતું પરંતુ ન્યૂયોર્કના જોન એફ કેનેડી એરપોર્ટ પર પાવર પ્રોબ્લેમના કારણે પ્લેનને ઓકલેન્ડ પરત ફરવું પડ્યું હતું.