જખૌનાં લુણા બેટ પરથી ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પાકિસ્તાનને અડકીને આવેલા અને દેશની સુરક્ષાની દૃષ્ટિએ અતિસંવેદનશીલ કચ્છના સાગરકાંઠેથી કરોડો રૂપિયાની કિંમતના લાવારીસ ચરસના પડીકાં મળવાનો સિલસિલો સતત જારી રહ્યો હોય તેમ સતત બીજા દિવસે જખૌનાં લુણા બેટ પરથી સીમા સુરક્ષા દળની ચોકિયાત ટુકડીને એક ચરસનું પેકેટ મળી આવ્યું છે. આ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર બીએસએફના જવાનો જખૌના સાગરકાંઠે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન સાંજના અરસામાં દુર્ગમ ગણાતા લુણા બેટ પરથી ચરસનું જૂનું પેકેટ મળી આવતાં તેને વધુ તપાસ માટે જખૌ મરીન પોલીસને સોંપવામાં
આવ્યું છે. હાલ ચોમાસાંની ઋતુમાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોવાથી આ પ્રકારના લાવારિસ માદક પદાર્થના પેકેટ મળવાની શક્યતા વધુ પ્રબળ બની છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.