એક વ્યક્તિનું લશ્કર

ઉત્સવ

આજે આટલું જ -શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી
તિમિર ડરતું રહે છે આગિયાથી
લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી
મળ્યું છે આભને અંધારું જ્યાંથી
સુગંધોના તમે જે મોકલ્યા એ
લઈ લીધા મેં સંદેશા હવાથી
અલગ ઊભો રહી જોયા કરું છું
બધા ક્યાં જાય છે!! આવે છે ક્યાંથી?!
જનારો ક્યારનો ચાલ્યોે ગયો છે
હવે શો ફાયદો ભેગા થવાથી?!
મારી આ અતિપ્રિય, repeat કરું છું, ખૂબ જ ગમતી ગઝલ. સહલે મુમતના ચરિતાર્થ થાય છે આ ગઝલના ચોથા શેરમાં, મહાન અમૃત ઘાયલના માનવા પ્રમાણે. સહલે મુમતના એટલે એવી અભિવ્યક્તિ કે વાંચનાર દરેકને એમ થાય કે આમા શું? આવું તો અમે ય લખી શકીએ. પણ એ દરેક જણ કામે લાગે (કવિઓ સમેત) તો એમાંથી માંડ એકાદ શબ્દ પાડી શકે કાગળ પર.
uncommonly common અથવા ommonly uncommon.
હમણાં અમેરિકાની આબોહવા શ્ર્વાસમાં ભરાઈ રહી છે. નીતરી, શુદ્ધ અને પ્રદુષણમુક્ત… એમાં પાછી અત્યંત સફળ કાર્યક્રમોની મિજબાનીઓ ભળી રહી છે દર શુક્ર-શનિ-રવિમાં. એમાં પાછો ‘ખેલૈયા’ રફળય નાટ્યકાર અને ઋજુ, રેશ્મી, યુવાન હૈયાની ધડકન અને અમારા જિગરના ટુકડા ચંદુ શાહની બ્લુ જીન્સ અને રિયર વ્યુ મિરરની ફાંફડી રજૂઆત અને એમાં મારી પોતાની અઢી વરસના સ્ટેજના વનવાસ દરમ્યાન કટાઈ જવાને બદલે વધુ ધારદાર બનેલી રજૂઆત અને એમાં ય ખાસ કરીને મારી પોતાની ગઝલોની રજૂઆત અને એને લીધે જૂના અને જાણીતા મિત્રો/યજમાનોનો સ્નેહ અને ત્રણ ગણા નવા મિત્રો/યજમાનોની વૃદ્ધિ… તમને શું લાગે છે? કદાચ આ બધાને લીધે જ તો મારા ‘મુંબઈ સમાચાર’ના મારા વહાલા વાચકોને દર રવિવારે સંબોધવાની આટલી બધી મજા, થોડી extra મજા નહીં આવતી હોય?! જી હા, મને મારી વાત કરવાની પણ એટલી જ મજા આવે છે જેટલી મને બીજાની વાત કરવાની મજા આવે.
સૂચિ વ્યાસ – સુષમા વિજય દોશી અને હું ગયાં ચાલવા ગઈ કાલે valley forge parkમાં. બંધારણ પ્રમાણે આpark જ્યારે પૈસા જોઈએ ત્યારે કાં તો federal Goverment આપે અથવા માઈલોમાં પથરાયેલાparkનો થોડોક ભાગ ખાનગી બિલ્ડરોને વેચીને પૈસા ઊભા કરી શકાય, જાળવણી માટે. આ ાpark દ્વારા અમુક જમીન આખા અમેરિકામાં પથરાયેલા Tll Brothers વેચવામાં આવી, ચાલીસ બંગલાનાproject માટે. પણ આ જમીનમાં એક ભાઈ પોતાનીbike લઈ રોજ ride અનેexrcise માટે આવતા. એમનો આ હક લોપાયો. ભાઈએ ફરિયાદ કરી. ાફસિ, ભશિું અને ઝજ્ઞહહ ઇજ્ઞિવિંયતિએ કોઈ દાદ ન આપી. ભાઈએ ળયમશફમાં ળજ્ઞદયળયક્ષિં ચલાવી. લોકો જોડાયા… લાંબી વાત ટૂંકામાં પતાવું. ઝજ્ઞહહ ઇજ્ઞિવિંયતિને એક મિલિયન ડૉલર્સના ઉજ્ઞક્ષફશિંજ્ઞક્ષ સાથે અને આપેલા પૈસા જતા કરવા દઈને સમાધાન કરવું પડ્યું. પછી ઝજ્ઞહહ ઇજ્ઞિવિંયતિનાં મકાનો અમેરિકનોએ પાછાં ખરીદવાનાં શરૂ કર્યાં. આનું નામ લોકજુવાળ. જે કંઈ પણ કરી શકવા સમર્થ છે, કમબખ્ત આપણી આજુબાજુ સિવાય… વિચારો, સાઉથ આફ્રિકામાં ફર્સ્ટ ક્લાસમાંથી ઉતાર્યા ના હોત મોહનદાસને, તો સ્વાતંત્ર્ય આવ્યું હોત પંચોતેર વર્ષથી જે ભોગવી રહ્યા છીએ એ?! દ્રૌપદી જો એક વાર ન બોલી હોત તો મહાભારત થાત? માટે
બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી
તિમિર ડરતું રહે છે આગિયાથી….
આજે આટલું જ…..

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.