ભુજના નાના વરનોરામાં એક દેશી બંદૂક, ૮ જીવંત કારતૂસ સહિતનાં હથિયારો સાથે ચાર શખસો ઝડપાયા

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડકીને આવેલા સરહદી જિલ્લા કચ્છના ભુજ તાલુકાના નાના વરનોરા ગામે સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ખાસ ઓપરેશન હાથ ધરી, એક રહેણાકના મકાનમાંથી બાર સિંગલ બોરની એક દેશી બંદૂક, ૮ જીવંત કારતૂસ, કારતૂસ રાખવાનો પટ્ટો અને ૬ મોબાઇલ સાથે ૪ શખસને ઝડપી લીધા હતા, જ્યારે ત્રણ સ્થળ પરથી નાસી જતાં તમામને ઝડપી લેવા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતા કચ્છમાં ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવા આ પ્રકારના મારક હથિયારોના વધી ગયેલા દૂષણને નાથવા શરૂ કરાયેલી કાર્યવાહી અંગે એલસીબીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પૂર્વ બાતમી અનુસાર નાના વરનોરા ગામના મેર વાસમાં રહેતા મામદ જુસબ ત્રાયાના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મામદ જુસબ ત્રાયા, મામદ લાખા મોખા, અલ્તાફ જાકબ મોખા, અફઝલ આદમ મમણ રહે તમામ નાના વરનોરાને ઝડપી લઇ તેમના કબજામાંથી રૂપિયા ૨ હજારની કિંમતની બારની સિંગલ બોરના દેશી કટ્ટા અને ૮ નંગ જીવંત કારતૂસ, ૬ સ્માર્ટફોન તેમ જ કારતૂસ રાખવાનો પટ્ટો કબજે કર્યો હતો.
જ્યારે નાના વરનોરાના અબાસ લાખા મોખા, અસ્લીમ રાણા મોખા,અનવર લધા મોખા નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. એલસીબીએ તમામ આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ મથકે આર્મ એક્ટનો ગુનો નોંધાવ્યો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.