ગોરાઈ જેટ્ટી રોડમાં પાલિકાની ગાડી સ્કીડ થઈ

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક મહિના પહેલાં જ ગોરાઈમાં બાંધવામાં આવેલા રસ્તા પર વાહનો સ્કીડ થઈને ઍક્સિડન્ટ થવાનું પ્રમાણ વધી ગયું છે, જેમાં સોમવારે મુંબઈ મહાનગરપાલિકાની પોતાની ગાડી સ્કીડ થઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત ફરિયાદ કર્યા બાદ પણ પ્રશાસનની વાતને ગંભીરતાથી લીધી નથી. છેવટે સ્થાનિક રહેવાસીઓએ આ લપસણા રસ્તાનો ઉપાય કાઢવા સોમવારે બેઠક યોજી હતી.
પાલિકાએ એક મહિના પહેલાં ગોરાઈ જેટ્ટી અને ટી જંક્શનને ક્નેક્ટેડ રોડ માસ્ટિક ડામરનો બનાવ્યો હતો. બે કિલોમીટર લાંબો રસ્તો એક મહિના પહેલાં જ ખોલવામાં આવ્યો હતો, પરંતુ નવો રસ્તો બનાવ્યો ત્યારથી તેેના પર વાહનો સ્કીડ થવાનું પ્રમાણ વધી ગયું છે. સ્થાનિક રહેવાસીઓ તેને લઈને અનેક વખત ફરિયાદ કરી હતી, પરંતુ સ્થાનિક સ્તરે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. સોમવારે પાલિકાની ખુદની ગાડી આ રસ્તા પર સ્કીડ થઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ કંટાળીને છેવટે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને આ બાબતે ઘટતું કરવા પત્ર લખ્યો હતો. હવે પાલિકા પ્રશાસને આ રસ્તાના ઉપલા સ્તરે રફ કરવાનો નિર્ણય લીધો છે.વોચ ડોગ ફાઉન્ડેશનના સ્થાપક ગોડફ્રે પીમેન્ટાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે નવો બનાવેલો રસ્તો લપસણો હોવા બાબતે અનેક વખત પાલિકાને ફરિયાદ કરી હતી, પરંતુ તેના પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવ્યું હતુ.ં ઓટોરિક્ષા, ટેમ્પો પણ આ રસ્તા પર સ્કીડ થઈ ગયા છે. આ બાબતે પાલિકા કમિશનરે છેવટે પત્ર લખ્યો હતો. તો સોમવારે સ્થાનિક રહેવાસીઓએ પણ આજે આ મુદ્દે બેઠક કરી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.