માની મમતા ક્યારેક એવું વરવું સ્વરૂપ લઈ લે છે તે સાબિત કરતી એક ઘટના અમદાવાદ ખાતે બની હતી. મૂળ પેટલાદ થી આવેલી ફરઝાના નામની એક મહિલાએ પોતાની બે મહિનાની દીકરીને ત્રીજે માળેથી ફેંકી દીધી હતી જેનું મોત થયું હતું. જોકે આ ગુના પાછળ તેની મમતા અને દીકરી માટેની ચિંતા જવાબદાર હતી, પરંતુ તેમણે જઘન્ય અપરાધ કર્યો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ફરજઝાના ના કહેવા અનુસાર તેની દીકરી ખૂબ બીમાર રહેતી હતી અને વારંવાર તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી. બીમારીને લીધે તે સતત રઙયા કરતી હતી. દીકરીનું આ દુઃખ જોઈ શકાતું ન હોવાથી તેણે તેને મારી નાખવાનું યોગ્ય સમજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોતે કરેલી આ ભૂલનો ફરજઝાના અત્યારે ખૂબ જ અફસોસ કરી રહી છે અને તે માનસિક રીતે ભાંગી પડી છે.
પેટલાદમાં રહેતા દંપતી ફરજઝાના અને આસિફને ત્યાં દીકરીનો જન્મ થયો હતો પરંતુ જન્મતાની સાથે જ 24 દિવસ માટે તે હોસ્પિટલમાં રહી હતી તેની બીમારીને લીધે બંને તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા ત્યાંથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અગાઉ પણ તે લાંબો સમય હોસ્પિટલમાં રહી હતી. પોતાનું સંતાન સતત આ રીતે તકલીફમાં રહેતું ફરઝાનાથી જોઈ શકાયું નહીં તેથી રવિવારે મોડી રાત્રે તેને સ્તનપાન કરાવી ફરઝાના તેને હોસ્પિટલના ત્રીજા માળ તરફ લઈ ગઈ હતી અને ત્યાંથી તેને નીચે પટકયુ હતું. આમ કર્યા બાદ તેને પહેલા તો બાળક ખોવાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ફરઝાના પોતાની દીકરી અમરીનને લઈને ત્રીજા માળ તરફ જતી જોવા મળી હતી પરંતુ તે પાછી ફરી ત્યારે હાથમાં દીકરી ન હતી અને પોલીસે તેને પૂછતા જ કરતા તે ભાંગી પડી હતી અને આખી ઘટના જણાવી હતી .આસિફે ફરઝાના સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે એફઆઇઆર દાખલ કરી તેની ધરપકડ કરી છે.