કેન્દ્રીય ગૃહ પ્રધાને બંને સીએમ સાથે બેઠક યોજયા પછી કર્ણાટકે પ્રસ્તાવ પ્રસાર કર્યો એ ખોટું થયુંઃ પ્રધાન
મુંબઈઃ મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે સીમા વિવાદ હવે ધીમે ધીમે વકરતો જાય છે. કર્ણાટકે ગુરુવારે મહારાષ્ટ્રની સાથેના સીમા વિવાદ મુદ્દે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન શંભુરાજ દેસાઈએ શુક્રવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર આગામી અઠવાડિયામા કર્ણાટકની સાથે સીમા વિવાદ પર એક પ્રસ્તાવ લાવશે અને પ્રસ્તાવ પડોશી રાજ્ય કર્ણાટકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવથી દસ ગણો વધારે અસરકારક હશે.
કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે મહારાષ્ટ્રની સાથે સીમા વિવાદના પ્રસ્તાવને સર્વ સમંતિથી પસાર કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના હિતની રક્ષા કરા અને પડોશી રાજ્યને એક ઈંચની જમીન નહીં આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં સીમા વિવાદને જન્મ આપવા માટે મહારાષ્ટ્રની ટીકા પણ કરવામાં આવી હતી.
નાગપુર વિધાનસભાના પરિસરમાં દેસાઈએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સોમવારે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ મુદ્દે એક વિસ્તૃતમાં પ્રસ્તાવ લાશે, જે કર્ણાટકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવથી દસ ગણો વધારે અસરકારક હશે. હું ફક્ત એટલું કહેવા માગું છું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સાથે બંને રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે બેઠક પછી પણ કર્ણાટકના મુખ્ય પ્રધાન (બસવરાજ બોમ્બઈ)એ જે નિર્ણય લીધો તે ખોટો છે, એવું તેમણે જણાવ્યું હતું. વાસ્તવમાં આ પ્રસ્તાવ આજે પસાર કરવાનો હતો, પરંતુ ભાજપનાં વિધાનસભ્ય મુક્તા તિલકના અવસાનને કારણે તેને ગૃહમાં રજૂ કરી શક્યો નહોતો. જોકે, સોમવારે પસાર કરવામાં આવનારો પ્રસ્તાવ વધારે અસરકારક અને મરાઠી લોકોના હિતમાં હશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સીમા વિવાદ: કર્ણાટક કરતા વધુ અસરકારક પ્રસ્તાવ સોમવારે વિધાનસભામાં રજૂ કરાશે
RELATED ARTICLES