આજના સમયમાં ભાગ્યે જ તમને કોઈ એવી વ્યક્તિ મળશે કે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ ના હોય. અવારનવાર સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાઈરલ થતાં રહે છે અને આવા જ એક ધક્કાદાયક અને ચોંકાવનારા વીડિયો વિશે વાત કરીશું, જમાં 15 વર્ષના એક છોકરાના પેટમાં મોબાઈલ ચાર્જર અને હેયરપીન મળી આવે છે.
નાના બાળકોને કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની ટેવ હોય છે, અને અત્યાર સુધી તમે અનેક વખત એવા સમાચાર વાંચ્યા હશે કે બાળકના પેટમાંથી અલગ અલગ વસ્તુઓ નીકળી હોવાની ઘટના બની હોય. પણ 15 વર્ષના એક છોકરાના પેટમાંથી મોબાઈલ ચાર્જર અને હેયરપીન નીકળી હતી.
કિશોરને પેટમાં તીવ્ર દુખાવો અને ઉલટીઓ થવા લાગી એટલે તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ એક્સરે કાઢ્યો ત્યારે તેનો રિપોર્ટ જોઈને જ લોકોની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે રિપોર્ટમાં કિશોરના પેટમાં ત્રણ ફૂટ લાંબો મોબાઈલ ચાર્જરનો કેબલ અને હેયરપીન જોવા મળી હતી. તાત્કાલિક કિશોર પર શસ્ત્રક્રિયા કરવામાં આવી અને તેના પેટમાંથી ચાર્જર કેબલ અને હેયરપીનને કાઢવામાં આવી. ઈન્સ્ટાગ્રામ પર આ રિપોર્ટના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.