Homeઆપણું ગુજરાતમુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસના રૂટ પર ધાતુની વાડ નખાશે

મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસના રૂટ પર ધાતુની વાડ નખાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસના રુટ પર દોડી જતા ઢોરોને અટકાવવા માટે રૂ.૨૪૫ કરોડના ખર્ચે ધાતુની વાડ એટલે કે મેટર ફેન્સિંગ કરવામાં આવશે, તેમ રેલવેએ જણાવ્યું હતું.
દેશમાં શરૂ કરાયેલી મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ એ ત્રીજી ટ્રેન છે. પશ્ર્ચિમ રેલ્વેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને મુંબઇ વચ્ચે અંદાજે ૬૨૨ કિલોમીટરના અંતરને આ ધાતુની વાડ ઢોરો સામે રક્ષણ આપશે. તમામ આઠ ટેન્ડરો મંજૂર કરીને કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યા છે કામની શરૂઆત પણ થઇ ગઇ છે. મે ૨૦૨૩ સુધીમાં ધાતુની વાડનું કામકાજ પૂર્ણ થવાની શક્યતા છે.
મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ ગત તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યો હતો અને તે ગાંધીનગરથી મુંબઇ વાયા અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી થઇને પહોંચે છે. આ ટ્રેન શરૂ થતાંની સાથે જ ટ્રેકમાં ઢોર આવવાથી અકસ્માત સર્જાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular