નવી દિલ્હીઃ ભારત સંસ્કૃતિ અને પરંપરાની સાથે ભાષાની દૃષ્ટિએ ભાગીગળ રાષ્ટ્ર છે અને એની નોંધ ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાય છે. ભારતીયોને જ નહીં, પણ વિદેશીઓને પણ ભારતની વિવિધ ભાષાનું ઘેલું લાગેલું છે. એનો જીવતો જાગતો દાખલો છે લિથુનિયાના રાજદૂત. આ દેશના રાજદૂત હિંદીની સાથે સાથે સંસ્કૃત ભાષા પણ શીખે છે. આ દેશના રાજદૂતનું નામ છે ડાયના મિકવિસીન. ડાયના મિકવિસીને કહ્યું હતું કે તેમનો દેશ ખૂદ સંસ્કૃત ભાષા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે અને તેનો અમને ગૌરવ પણ છે. એને લઈ વધુ સંસોધન પણ કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. અમારા દેશની ભાષા પણ સંસ્કૃતની ખૂબ નજીક છે, જેમાં એક વૈજ્ઞાનિક તથ્ય પણ છે. એ વાતની અમને જાણકારી નથી, પરંતુ તેના પર અમે સંશોધન કરવાનું વિચારી રહ્યા છીએ. શરુઆતમાં અમે ફક્ત આ ભાષા અનુવાદ માટે શીખ્યા હતા.
#WATCH | Delhi: Ambassador of Lithuania to India Diana Mickeviciene speaks in Hindi on how she learnt the Hindi language. pic.twitter.com/a1RpKnXC3D
— ANI (@ANI) March 27, 2023
ભારતમાં પણ લોકો તેના વિશે વધારે જાણતા નથી, તેથી અમે અમારો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડવાની અપેક્ષા રાખીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું. આ અંગે વિસ્તૃતમાં તેઓ કહે છે કે એના અંગે એક શબ્દકોશ પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે 108 શબ્દોનો છે, જેમાં સંસ્કૃત અને લિથુઆનિયાઈ ભાષામાં સમાન છે. ઉદાહરણ તરીકે મધુ, દેવ, અગ્નિ વગેરે એવા શબ્દો છે, જે અમારી ભાષા અને સંસ્કૃત ભાષામાં એક સરખા છે. સંસ્કૃત અને અમારી ભાષા જે છે એ દુનિયાની સૌથી જૂની ભાષા અને એકસમાન પણ છે, એવું તેમણે જણાવ્યું હતું. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે સંસ્કૃતમાં પણ સંશોધન કરવાનું જરુરી છે અને તેથી અમે સંસોધન ચાલુ રાખવાના છીએ. લિથુનિયન ભાષામાં રસ ધરાવનારા સંસ્કૃતના ભારતીય વિદ્વાનોને શોધવા, સંસ્કૃતના લિથુનિયન વિદ્વાનો સાથે જોડવા, જેથી તેઓ સાથે બેસીને ચર્ચા-વિચારણા કરી શકે. અમારી પાસે પણ સંશોધન માટે સરળતાથી એક હજારથી પણ વધારો શબ્દો અને ઘણા એક સરખા શબ્દો પણ છે.