Homeવીકએન્ડકાર્લસ્ટાટમાં એક લોંગ ડ્રાઇવ...

કાર્લસ્ટાટમાં એક લોંગ ડ્રાઇવ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

૨૦૨૨ જર્મનીમાં લાંબા વીેકએન્ડનું વર્ષ રહૃાું છે. એવામાં કેટલાક વીકએન્ડ એવા પણ જાય જ્યારે કોઈ લાંબી ટ્રિપ પ્લાન કર્યા વિના આરામ, વાંચન, ગાર્ડનિંગ, મિત્રોન્ો મળવાનું અન્ો થોડું આળસ પણ એંજોય કરવાનું. ઘણા આવા વીકએન્ડ પર છેલ્લી ઘડીએ અફસોસ થાય ત્યારે લાસ્ટ મિનિટ વેકેશન્સનાં પ્ોેકેજીસ કામ લાગી જતાં હોય છે. એમાં તો માસ ટૂરિઝમના સરોવરમાં જ ટીપું ઉમેરવાનું હોય છે. વળી જ્યાં જાઓ ત્યાં ભીડ તો મળવાની જ. આ વખત્ો અમે એક વીકએન્ડ એમ જ પ્લાન વિનાનું રાખેલું. ત્ોમાં સ્પોન્ટેનયસ લાંબી સાઇકલ ટ્રિપ, એપ્પલ પિકિંગ વગ્ોરે પ્રવૃત્તિઓમાં ક્યાંય ફરવા ગયાં હોત તો સારું હતું એવું એક પળ માટે પણ નહોતું લાગ્યું. કદાચ ટ્રાવેલ ફેટિગ પણ અમન્ો ઘેરી રહૃાો હોય એવું બન્ો. અમારા વાઇનહાઇમનાં પાડોશી કાર્લ-હાઇન્ઝ અન્ો સોન્યા પણ એવા જ મૂડમાં હશે. ગલીનાં મોટા ભાગનાં ઘરો બંધ હતાં.
કાર્લ-હાઇન્ઝ અન્ો સોન્યા આમ તો રીઢાં જર્મન સ્ટાઇલ ટૂરિસ્ટ છે જ. ત્ોમની પાસ્ોથી વાતવાતમાં અવનવી ટિપ્સ પણ મળી જાય છે. ત્ોમની સાથે ઘણી વાર જર્મન કલ્ચરમાં ડોકિયું કરવા પણ મળી જાય છે. ત્ો બંન્ો પણ ભારત વિષે કંઇક નવું જાણવા સતત તત્પર હોય છે. એમની સાથે અવારનવાર ચાલવા જવાનું પણ થતું. એવામાં એ લાંબા વીકએન્ડ પર વાઇનહાઇમમાં વેધર પણ પરફેક્ટ હતું. કુમાર ત્ોની સાઇકલ ગ્ોંગ સાથે થોડા કલાકો સાઇકલ રૂટ પર નીકળેલો. બપોરે એક લાંબી વોક પર સાથે આવવાની ઓફર લઈન્ો મેં ત્ોમનું બારણું ખખડાવ્યું. કાર્લ-હાઇન્ઝે એકદમ ક્યાંક બહાર જવા ત્ૌયાર હોય ત્ોમ બારણું ખોલ્યુંં. સોન્યા પાછળથી બોલી કે ત્ો લોકો ફાલ્ઝ લોંગ ડ્રાઇવ પર જઈ રહૃાાં છે. મારે સાથે આવવું હોય તો મજા આવશે. મેં એ જ જૂની થર્ડ વ્હીલ ન બની જાઉં તો આવવા ત્ૌયાર છુંની મજાક કરી. લોંગ ડ્રાઇવ પર જવું કોન્ો ન ગમે.
હું વોક માટે તો ત્ૌયાર હતી જ, ડ્રાઇવ પણ થઈ જ જશે. વાઇનહાઇમનાં જ ટેકરીઓ અન્ો ખેતરોન્ો બદલે ફાલ્ઝના વ્યુઝ કાર્લ-હાઇન્ઝ અન્ો સોન્યાની નજરે જોવા મળી જશે. મારો ટ્રાવેલ ફેટિગ ઓલરેડી ઓસરી રહૃાો હોય ત્ોવું લાગતું હતું. આ ડ્રાઇવ પાછળ ત્ોમનો મુખ્ય હેતુ કેટલીક રેસ્ટોરાંન્ો સ્કાઉટ કરવાનો હતો. આવનારા મહિનાઓમાં ફેસ્ટિવલ સીઝનમાં ત્ોમન્ો પોતાના મિત્રો સાથે કોઈ નવી રેસ્ટોરાંમાં લાંબી સાંજ માટે જવું હોય તો ત્ોના વિકલ્પો તપાસવાનું કામ પણ સાથે જ થઈ શકે. જોકે ત્ો સમયે બપોરે રેસ્ટોરાં તો બહારથી જ જોવા મળવાનાં હતાં. ત્યારે માત્ર કાફે જ ખુલ્લાં રહેવાનો સમય હતો.
રસ્તામાં નવી કંપની સાથે નવી વાતોમાં રસ્તો જાણે ભાગ્યે જતો હતો. અમે બ્ો વર્ષથી ત્ોમની બાજુમાં રહીએ છીએ, આ રીત્ો સાથે પહેલીવાર નીકળ્યાં હતાં. કાર્લ-હાઇન્ઝ જર્મન છે અન્ો સોન્યા ઑસ્ટ્રિયન. ત્ો સમયે ત્ોમની નજર ફાલ્ઝના કાલસ્ટાટ ગામની એક મિશેલિન સ્ટાર વાળી હોટલ પર હતી. સાથે બંન્ો ટેનિસપ્રેમી પણ ખરાં. દર શનિવારે નજીકની સ્પોર્ટ્સ ક્લબમાં ટેનિસ રમવા જરૂર જતાં. ત્ો જ અઠવાડિયામાં રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી રિટાયરમેન્ટ જાહેર કરેલું. અમે સ્ટેફી ગ્રાફ અન્ો બોરિસ બ્ોકરનાં ગામોની આસપાસ જ હતાં. ટેનિસ નોસ્ટાલજિયાની વાતોમાં અમે કાલસ્ટાટ પહોંચી પણ ગયાં. ત્યાં ટચૂકડા ગામની વચ્ચે પાર્ક કરીન્ો રેસ્ટોરાં શાધવાં નીકળ્યાં ત્ો પહેલાં એક
ઇટાલિયન જિલેટેરિયા દેખાઈ ગયું. સોલ્ટેડ કેરેમેલ બ્રાઉની લેવર સાવ ખાલી
થવા આવેલો, એ નક્કી જોરદાર હશે. અમારા ત્રણેય માટે ત્યાં મોજૂદ બહેન્ો છેલ્લા ત્રણ સ્કૂપ બનાવ્યા.
રેસ્ટોરાં હતી તો નજીકમાં જ પણ હવે આ નાનકડા કાર્લસ્ટાટની ખાસિયતોનો મેપ દેખાવા લાગ્યો. ત્ોમાંય જિલેટેરિયા આસપાસ પારંપરિક જર્મન હોટલો અન્ો ટૂરિસ્ટન્ો કેટર કરતાં એલિમેન્ટ્સ જોઈન્ો અમન્ો લાગ્યું કે થોડું તો આસપાસમાં ડોકિયું કરી જ શકાય. આમ પણ ચાલવું તો હતું જ, હવે તો જીલાટો પણ પચાવવાનો હતો. અમે એક નાનકડી ડીટૂર લઈન્ો ત્યાં નજીકમાં આવેલો ખંડેર બની ચૂકેલો કિલ્લો નોન્ોનફેલ્સ જોવા નીકળી પડ્યાં. આમ પણ જર્મનીમાં કિલ્લાઓની ક્યાં કમી છે.
નોન્ોનફેલ્સ બરાબર ઇઝેનાખ નદી પાસ્ોની ટેકરી પર છે. અહીં કોઈ સમયે કિલ્લો હતો ત્ો નક્કી છે પણ ત્ો આજે એવી બિસમાર હાલતમાં છે કે ત્ોનો કોઈ ચોક્કસ લોર પ્લાન બનાવવાનું પણ શક્ય નથી. છતાંય ત્ોનાં પિલર્સ, ધસી પડેલી દીવાલો અન્ો ઝરૂખાઓનો કાટમાળ જોઇન્ો અંદાજો લગાવી શકાય છે કે કિલ્લો કોઈ સમયે ભપકાદાર રહૃાો હશે. હવે કાર્લ-હાઇન્ઝ અન્ો સોન્યાન્ો આપણી ‘ખંડહર બતા રહે હૈં કી ઇમારત કિતની બ્ાૂલંદ થી, કહેવત સમજાવવાનો સમય હતો. નક્કી જર્મનમાં પણ એવું કંઇક તો હશે જ. ત્ોમન્ો કિલ્લા સંબંધિત કોઇ કહેવત તો યાદ ન આવી, પણ અમે એટલે દૂર આવી ગયાં હતાં ત્ોના માટેની જર્મન કહેવત ત્ોમણે મન્ો જરૂર સમજાવી. ‘આ જગ્યા એટલી દૂર છે જ્યાં શિયાળ અન્ો સસલું એક બીજાન્ો અલવિદા કહે છે.’
અમે એટલી દૂરની કિલ્લાવાળી ટેકરીથી ફરી કાર તરફ આવતાં રસ્તામાં ત્ોમની મિશેલિન સ્ટાર વાળી રેસ્ટોરાં પર રોકાયાં. ત્ોમણે બહાર મૂકેલાં બ્રોશર લીધાં, આસપાસના વિસ્તારોમાં ઘણાં અંજીરનાં વૃક્ષો છે ત્ોના પર કોમેન્ટ કરી અન્ો પછી કહે, હવે આગલ ચાલીયે. આ સ્પોન્ટેનિયસ ડ્રાઇવ ટચૂકડી રોડ ટ્રિપ બનવા તરફ જઈ રહી હતી.

RELATED ARTICLES

Most Popular