પાલિતાણાના શેત્રુંજી પર્વત પર સિંહે દેખા દેતા યાત્રિકોમાં ભયની લાગણી ફેલાઈ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણાના શેત્રુંજય પર્વત તથા ગિરિરાજની તળેટીમાં બે દિવસ પહેલા શેત્રુંજય પર્વત પર વરસાદી વાતાવરણ વચ્ચે સિંહ લટાર મારતા પર્વત પરના કોઈ યાત્રિકે તેનો વીડિયો લીધો હતો. આ અંગે તંત્રને ધ્યાન દોરવામાં આવતા વનવિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ શેત્રુંજય પર્વતની જેસર પાલિતાણા ગારિયાધાર વિસ્તારમાં ૧૨ જેટલા વનરાજો વિચરી રહ્યાનું જાણવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી શેત્રુંજ્ય પર્વત પર પણ સિંહના આંટાફેરા વધી ગયા હોવાથી યાત્રાળુઓમાં ચર્ચા સાથે ભયની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભયંકર ગર્જના સાથે સિંહે પર્વતના યાત્રાળુઓના પગથિયાવાળો રસ્તો ક્રોસ કરતા અને તલાવડીમાં પાણી પીવા પહોંચી જતા આ સ્થળે હાજર એક યાત્રિકે તેનો વીડિયો ઉતારી આ અંગે તંત્રને જાણ કરી છે .
પાલિતાણામાં આ અંગે તંત્રને જાણ કરી છે . પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન મોટાભાગના યાત્રાળુઓ ધર્મમાં નિષેધ હોવાથી યાત્રા કરતા નથી પરંતુ તે સિવાય રોજના દોઢથી બે હજાર યાત્રાળુઓ પાલિતાણાની યાત્રા કરતા હોય છે વન વિભાગ દ્વારા વીડિયો મળ્યા બાદ આ અંગે તપાસ કરતા સિંહનું પગેરુ મળ્યું હોવાનું બિન સત્તાવાર પૃષ્ટિ કરી છે. આ ઉપરાંત પાલિતાણા અને જેસર પંથકમાં ૧૨ થી વધુ સિંહો આંટાફેરા કરતા હોવાનું જણાવ્યું છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સિંહને પકડવા પગલાં લેવાય તેવી લોક માગણી ઊઠી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.