માણસ હંમેશાં ક્યારેક કોઈક અજાણ્યા પર ભરોસો કરતો હોય છે. અમુક લોકો એવા પાવરધા પણ હોય છે કે તેને તમે જાણતા ન હોવ તો પણ તેઓ પોતાના લાગે. સુરતમાં રસ્તા પર દાતણ વેચનારી અને ફૂટપાથ પર જ જીવન ગુજારનારી મહિલાએ પણ આ રીતે જ એક અજાણી મહિલા પર ભરોસો કર્યો હતો, પરંતુ તે મહિલા તેને જીવનભર યાદ રહે તેવો પાઠ ભણાવતી ગઈ.
સુરતમાં રેખા નામની એક મહિલા અહીં દાતણ વેચી જીવન ગુજારતી બે સંતાનની માતાના સંપર્કમાં આવી. તે રોજ આ મહિલાના બાળકો સાથે રમતી, તેમના માટે ખાવા-પીવાનું લાવતી. આથી બે સંતાનોની માતા પણ તેના પર ભરોસો કરતી. પણ બે દિવસ પહેલા રેખા વહેલી સવારે આવી અને નાની દોઢ વષર્ની બાળકીને લઈ તેને રમાડતી હતી. તે તેને થોડે દૂર લઈ ગઈ. માતા માટે આ નવું હતું નહીં તેથી તેણે દરકાર ન કરી અને પોતાના કામમાં લાગી ગઈ, પરંતુ દિવસ ચડવા લાગ્યો, પણ રેખાએ દેખા ન દીધાં અને માતા ચિંતામાં મૂકાઈ ગઈ. તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો અને પોલીસે એક જ દિવસમા બારડોલીથી આ મહિલાને છોકરી સાથે ઝડપી લીધાં. ચોવીસ કલાક સંતાન વિના રહ્યા બાદ આ ગરીબ મહિલાને બાળકી પાછી મળતા તે અત્યંત ભાવુક બની ગઈ હતી. જોકે હવે તે જીવનમાં ફરી ક્યારેય કોઈના પર ભરોસો કરી શકશે નહીં. આ ઘટના બાદ આવી કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા પરિવારો અને તેમના સંતાનોની સુરક્ષાનો વિષય પણ ફરી ઊજાગર થયો છે.
દાતણ વેચનારી મહિલાને અજાણી સહેલીએ શિખવાડ્યો જીવનભરનો પાઠ
RELATED ARTICLES