મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
ઈન્સાન પાસે જે છે એ વધુ છે અને નથી એની જરૂર નથી. દાખલા તરીકે મધ્યમ વર્ગ પાસે કાર નથી, જરૂર નથી, સ્કૂટર છે. ગરીબો પાસે સ્કૂટર નથી, જરૂર નથી, સાઈકલ છે. સાઈકલ પણ નથી, તો બે પગ છે. માનવીના બે પગ બે ડૉક્ટર છે. રોગ માણસના કાનમાં કહે છે કે ભાઈ! તારે ચાલવું જ છે, તો રોગ કહે હું ચાલતો થાઉં!
એમાંય અલ્લાહ (ઈશ્ર્વર, પ્રભુઘએ અક્કલ આપીને મનુષ્યો પર અહેસાન (ઉપકાર કર્યો છે અને જેણે જેણે બુદ્ધિનો સદ્ોપયોગ કર્યો છે, તેને અલ્લાહે ખૂબ ખૂબ ઈજજત આપી છે, સન્માનિત કર્યો છે.
જે કોમના નબી તમામ નબીઓના સરદાર હોય અર્થાત્ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલૈય હિસ્સલ્લામ હોય તેને ભટકી જવાનો ભય હોવો ન જોઈએ.
સૃષ્ટિનો સર્જક રહેમનો બાદશાહ છે, અરે, બાદશાહોનો બનાવનારો છે. કોઈ માને કે ન માને! પણ એ રોજી રઝ્ઝાકનો ભંડાર છે, અયબોને છૂપાવનાર છે, તૌબા પ્રાયશ્ર્ચિત્તનો કબૂલ કરનારો છે, પરંતુ હાય રે બદ્કિસ્મત મનુષ્યજાત! તને અલ્લાહની વાત નથી માનવી! તોય તું માનવી? એ તો અજબ જેવી ગજબની વાત છે.
તું કાલે બાળક હતો, આજે જુવાન છો પણ શું જુવાનીને પાછું વળીને જોવાની ફુરસદ નથી? પણ એ પડે છે ત્યારે ઊંચું જોવાની ત્રેવડ પણ રહેતી નથી. વૃદ્ધાવસ્થા તો મૌતની છેલ્લી નોટિસ છે હવે એને કેટલાં વર્ષો જીવવાનું છે. ૬૦ વર્ષ પછી તો જીવન સબસિડી છે! આ સનાતન સત્ય જાણ્યા પછી પણ હજુય પાછું વળવું નથી? તો પછી જીવન શું કામનું?
યાદ રાખો! જે કાયમી નથી એ કામનું નથી. કાયમી છે અલ્લાહની મહોબ્બત. આખેરત અર્થાત્ મૃત્યુલોક કે જયાં કાયમી રહેવાનું છે. માટે પાછા વાળો, તૌબા કરો, તકવા અર્થાત્ સદાચાર ઈખ્તેયાર – ધારણ કરો.
ઘ જે ધનદૌલત ગરીબોના આંસુ લૂંછી ન શકે તે ધન ધન નથી. જે ધનથી ધન્ય થવાય એજ ધન ધન છે.ઘ જે ઝિન્દગી જન્નત ન અપાવે એ ઝિન્દગી પણ ઝિન્દગી નથી. નાહક ધક્કો છે. ઘ ઝિન્દગી જીવવા માટે નથી પણ જીવતા રહેવા માટે છે, વર્ષો સુધી, કયામત સુધી. ઘ ઘરમાં આવતો પૈસો જો જન્નત ન અપાવે તો એ પૈસામાં ને ઠીકરામાં શો ફેર?
– દુઆઓ છે ખુદા હર એક મોમીન બીરાદરને નેક હિદાયત અર્થાત્ ધર્મની સાચી સમજ અને માર્ગદર્શન આપે. સૌને શીફા (તંદુરસ્તીઘ અતા કરે, સંપ, સલાહ, એખલાસ, મહોબ્બત કાયમ કરે. જ્યાં એકતા છે ત્યાં ઉન્નતી છે અને જ્યાં ઉન્નતી છે ત્યાં ખુશહાલી છે.
હકીકતને બયાં કરતી જનાબ હાફિઝ મીવાણી સાહેબની આ ‘નઝમ’ (કવિતાઘ બોધ આપનારી બની રહેવા પામશે:
૧ઘ વિખરાયેલા સમાજની પંગત સુધારીએ,
સંકલ્પ કરીએ આપણી આદત સુધારીએ,
ખોટી બધી ટેવો ત્યાગી સંગત સુધારીએ,
બીજાની શું જરૂર છે અંગત સુધારીએ,
ભેગા મળી કૌમની હાલત સુધારીએ.
૨ઘ વિખરાયેલા રહેશો તો કદી બળ નહીં મળે,
કોણે કર્યો પ્રહાર એ કળ નહીં મળે,
એવી તો ખાશો માર કે કદી કળ નહીં વળે,
વિચારવાની તમોને કદી પળ નહીં મળે,
વહેવાર આપણા હવે અંગત સુધારીએ,
ભેગા મળી કૌમની હાલત સુધારીએ.
૩ઘ સાંભળશે કોણ કાન દઈ મુસ્લિમોની વાત,
વિખરાઈ ગઈ અમારી હતી સંગઠીત જમાત,
કરતા રહીશું ક્યાં લગી આંખોથી અશ્રૃપાત,
પંગતમાં બેસી આપણી સંગત સુધારીએ,
ભેગા મળી કૌમની હાલત સુધારીએ.
૪ઘ પ્રસંગો પોક મૂકે છે, મસ્જિદ ઉદાસ છે,
મંઝિલ છે દૂર આપણી તૂટેલા શ્ર્વાસ છે,
ને મૌતના ફરિશ્તા બધે આસપાસ છે,
ખોટી કુટેવ લત હવે સુધારીએ,
ભેગા મળી કૌમની હાલત સુધારીએ.
૫ઘ જંગે બદરની વાતને તાજી કરો હવે,
હાલત ખરાબ થઈ ગઈ સાજી કરો હવે,
અલ્લાહ, રસૂલને રાજી કરો હવે,
ભેગા મળી કૌમની હાલત સુધારીએ.
૬ઘ અઝિઝો સજાગ થાઓ ઘણીએ મજા કરી,
તમોને સમયની સોટીએ કેવી સજા કરી
ભૂલી ગયા ખુદાને નમાઝો કઝા કરી,
નિ:સહાય થઈ ગયા તો તમે ઈલ્તેજા કરી.
ઊણપ રહી ગઈ છે ઈબાદત સુધારીએ,
ભેગા મળી કૌમની હાલત સુધારીએ.
ઘઘઘઘઘ
આજનો બોધ
પયગંબર હઝરત લુકમાન અલૈયહિ સલ્લામે પોતાના ફરઝંદને નસીહત કરતાં ફરમાવ્યું કેે, ‘બેટા! આલીમો (જ્ઞાનિ, વિદ્વાનોઘની સોહબત ઈખ્તીયાર કરીને તેની નજદીકી હાંસલ કરો અને તેઓની સાથે બેઠકો કરતા રહો. તેઓના રહેઠાણે જઈને મુલાકાત કરો. કદાચ તમે તેઓના જેવા થઈ જાઓ, તેઓના સાથી બની જાઓ અને સાલેહીન (નિખાલસઘના સહવાસમાં રહો. કદાચ ખુદાવંદે આલમ (જગતકર્તાઘની કૃપા (ઈશ્ર્વરિય દેણગીઘ તેઓ ઉપર ઊતરે અને જો તમે તેમના દરમિયાન મૌજુદ હો તો તમને પણ એ કૃપામાં શામીલ કરી લેવામાં આવે.’