Homeદેશ વિદેશમોટી વધઘટે શૅરબજારમાં નરમાઈ જોવા મળે

મોટી વધઘટે શૅરબજારમાં નરમાઈ જોવા મળે

ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગો અને ખગોલિક સ્થિતિ: આ સપ્તાહમાં આ સપ્તાહના ગ્રહયોગોને જોઈએ તો સપ્તાહની શરૂઆત શુક્ર અને શનિની યુતિથી થાય છે. આ સપ્તાહના અંતિમ દિવસે સૂર્ય અને રાહુનો કેન્દ્રયોગ બને છે. આ સપ્તાહમાં શુક્ર અને શનિનો ક્રાંતિસામ્ય બને છે. આ યોગો અને આવતા સપ્તાહના યોગો દેશ અને દુનિયા માટે હોનારત, વાવાઝોડા, ધરતીકંપ લાવી શકે છે. કુદરતી હોનારતો દેશ અને દુનિયા માટે તકલીફ લાવી શકે છે. આતંકવાદી હુમલા, બોર્ડર ઉપર ટેન્સન, સમૂહ, મૃત્યુ જેવી બિનાઓ જોવા મળી શકે છે. આ ગ્રહયોગો બજારને કઈ દિશા આપશે તે જોઈએ…
શૅરબજાર: આ સપ્તાહમાં શૅરબજારમાં શરૂઆત સામાન્ય મજબૂતાઈથી થઈ શકે છે. આ મજબૂત બજારમાં વેચીને વેપાર કરતા જવો હિતાવહ છે. સપ્તાહની શરૂઆતમાં વેચાણ દરેક ભાવે કરી શકાય. સપ્તાહની શરૂઆત અને મધ્યના દિવસોમાં બે તરફી બજાર રહી શકે છે. મધ્યના દિવસોમાં નફારૂપી લેવાલી આવતા બજારમાં સારો તેજીનો ઉછાળો જોવા મળી શકે છે. પણ ધ્યાન નરમ રાખીને વેચીને વેપાર ગોઠવવો લાભદાયી છે. નફો બુક કરતાં જવો. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારની ચાલ બે તરફી રહે પણ ઊંચા મથાળે વેચીને વેપાર ગોઠવવો લાભદાયી છે. નફો બુક કરતા જવો. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારની ચાલ બે તરફી રહે પણ ઊંચા મથાળે વેચીને વેપાર ગોઠવવો લાભદાયી રહે. આ સપ્તાહમાં ઓટો, રિલાયન્સ, બૅંક, ફાઈનાન્સ સેક્ટરમાં વધઘટ જોવા મળી શકે છે.
સોના-ચાંદી: સોના અને ચાંદીમાં વેચવાલી આવી શકે છે. સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહમાં શરૂઆતના દિવસથી જ બજારમાં વેચીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. ખાસ ચાંદીમાં વેપાર કરવો લાભદાયી રહે. સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે. સપ્તાહની મધ્યમાં નફારૂપી લેવાલી આવતા ભાવમાં સામાન્ય મજબૂતાઈ જોવા મળે. નફો બુક કરતા જવો. બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બંને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતાં જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં સોનાચાંદી બજારમાં નરમ ભાવ જોવા મળે. એક કે બે દિવસ ઝડપી વેચવાલી આવતા ભાવમાં સારી નરમાઈ જોવા મળે.
ક્રૂડ ઓઈલ: ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ જોવા મળે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતાઈ બતાવી શકે છે. ક્રૂડ ઓઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતા જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બેતરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં નવી લેવાલી આવતા બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઓઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી: કોમોટિડી બજારની શરૂઆત ભાવથી થાય. એરંડો, જીરું, સિંગતેલ તેલ, કપાસિયા તેલ, તેલીબિયાં અને દિવેલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતા જવો. આ સપ્તાહમાં તેલીબિયા, કપાસિયાં, એરંડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર દરેક ભાવે કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતા જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમાઈ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular