કોરોના વખતે જમા ફીના પંદર ટકા માફ કરવાનો સ્કૂલોને આદેશ
અલાહાબાદઃ ચીન સહિત અમેરિકામાં કોરોના મહામારીએ ફરી માથુ ઊંચકેલું છે ત્યારે તાજેતરમાં અલાહાબાદ હાઈ કોર્ટે નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. કોવિડ મહામારી દરમિયાન સ્કૂલ ફી ભરનારા માતાપિતાને કોર્ટે સૌથી મોટી રાહત આપતો ચુકાદો આપ્યો છે. હાઈ કોર્ટે સ્કૂલોને 2020-21માં જમા કરેલી ફીના પંદર ટકા માફ કરવાનો આદેશ આપ્યો છે. હાઈ કોર્ટે સ્પષ્ટતા પણ કરી છે કે પંદર ટકા અથવા આગામી સેશનની સ્કૂલ ફીમાં એડજસ્ટ કરવામાં આવે.
આ ચુકાદો હાઈ કોર્ટના ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ જેજે મુનીરની બેન્ચે આપ્યો હતો. માતાપિતાએ સ્કૂલમાં જમા ફી માફ કરવાની માગણી મુદ્દે હોઈ કોર્ટમાં અરજી કરી હતી. આ તમામ અરજી પર છઠ્ઠી જાન્યુઆરીના સુનાવણી હાથ ધરવામાં આવી હતી તથા સોમવારે તેના અંગે કોર્ટે ચુકાદો આપ્યો હતો.
વાસ્તવમાં 2020-21માં કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે તમામ સ્કૂલો બંધ હતી અને ફક્ત ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો તેમ છતાં સ્કૂલોએ પૂરી ફી વસૂલી હતી. સ્કૂલોએ પૂરી ફી લેવાની સામે માતાપિતાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટમાં અરજી કરતા માતાપિતાએ કહ્યું હતું કે મહામારી વખતે ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો, પરંતુ સ્કૂલ તરફથી મળનારી મોટાભાગની સુવિધાથી વિદ્યાર્થીઓ વંચિત હતા, તેથી તેની ફી આપવાનું યોગ્ય નથી.
અલાહાબાદ હાઈ કોર્ટનો નોંધપાત્ર ચુકાદો
RELATED ARTICLES