મોત ક્યારે બોલાવતું હોય તે સમજ પડતી નથી. સુરતની એક સોસાયટીમાં એક મહિલા ધડામ કરતા પડી હતી અને ક્ષણવારમાં તેના રામ રમી ગયા હતા. અહીંની સોસાયટીમાં ત્રીજા માળે રહેતી ભારતી નામની એક મહિલા પોતાના ફ્લેટની બાલ્કનીમાં સાફસફાઈ કરતી હતી. તેમમે સમતોલન ગુમાવ્યું કે શું થયું કે તેઓ અચાનકથી પડ્યા. સોસાયટીના સીસીટીવી કેમેરામાં અચાનકથી એક મહિલા પડી હોવાનું અને તરફડી એક સેકન્ડમાં જ મૃત્યુ પામી હોવાનું કેદ થઈ ગયું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં આ ઘટના બની હતી.
મહિલાની ઉંમર અંદાજે 35થી 40 વર્ષ માનવામાં આવે છે. આ મામલે પરિવારે કોઈ માહિતી આપી નથી. ઘણી વાર મહિલાઓ બાલ્કની કે ખુલ્લી જગ્યામાં ટેબર કે ખુરશી પર ચડી સાફસફાઈ કરતી હોય છે, આ સમયે સમતોલન ન જળવાઈ તો પડવાની પૂરી શક્યતા રહે છે. આથી મહિલાઓએ યોગ્ય સાધનોનો ઉપયોગ કરી સાફસફાઈ કરવી જોઈએ