(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો અપેક્ષિત વધારો જાહેર થયા બાદ વિશ્ર્વબજારમાં આવેલા સુધારા સાથે સ્થાનિક શૅરબજારમાં પણ સેન્ટિમેન્ટ તેજીમય બન્યું હતું અને સેન્સેક્સમાં ૧૦૪૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ પણ ૨૮૮ પોઇન્ટની છલાંગ લગાવી છે. ટોચના વધનાર શૅરમાં બજાજ ફાઇનાન્સમાં ૧૦.૬૮ ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને ત્યાર પછીના ક્રમમાં બજાજ ફિનસર્વમાં ૧૦.૧૪ ટકાનો વધારો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને નેસ્લેનો સમાવેશ હતો. ઉ
