બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પોતાના લગ્નમાં ખૂબ જ ધૂમ મચાવે છે. તેમનાં લગ્ન ખૂબ જ ભવ્ય હોય છે, પરંતુ બોલીવૂડ સેલેબ્સના છૂટાછેડા પણ ભારે હોબાળો મચાવે છે. અત્યાર સુધી ફિલ્મી દુનિયામાં ઘણા એવા પાવર કપલ્સ છે, જેઓ એક સમયે પોતાની લવ સ્ટોરી દ્વારા ચાહકોને પ્રભાવિત કરતા હતા, પરંતુ તેઓએ અચાનક છૂટાછેડાની જાહેરાત કરીને પોતાના પ્રિયજનોને ચોંકાવી દીધા હતા.
ફોકસ -દિક્ષિતા મકવાણા
સામંથા રૂથ પ્રભુ અને
નાગા ચૈતન્ય
સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યને દક્ષિણનું સુંદર કપલ માનવામાં આવતું હતું. બંનેએ વર્ષ ૨૦૧૭માં ગોવામાં ભવ્ય લગ્ન કર્યા હતાં અને ચાર વર્ષ બાદ ૨૦૨૧માં બંનેએ છૂટાછેડા લીધા હતા. સામંથા અને નાગા ચૈતન્ય તેમના છૂટાછેડાને કારણે લાંબા સમયથી મીડિયામાં હતાં.
————
મલાઈકા અરોરા-અરબાઝ ખાન
મલાઈકા અરોરા અને અરબાઝ ખાનને એકસાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. બંનેએ વર્ષ ૧૯૯૮માં લગ્ન કર્યા અને પછી વર્ષ ૨૦૧૭માં બંને કાયમ માટે અલગ થઈ ગયા. લગ્નના ૧૯ વર્ષ બાદ ૨૦૧૩માં બંનેએ છૂટાછેડા લીધા હતા. આજના સમયમાં બંને પોતપોતાના જીવનમાં ખુશ છે.
———–
રિતિક રોશન અને સુઝેન ખાન
હૃતિક રોશન અને સુઝેન ખાનને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીનું સૌથી ક્યૂટ કપલ માનવામાં આવતું હતું. બંનેએ વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા. આ પછી હૃતિક અને સુઝેને પણ બે બાળકોનું તેમના જીવનમાં સ્વાગત કર્યું હતુ. બંનેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. લગ્નના ૧૪ વર્ષ બાદ ૨૦૧૩માં બંનેએ છૂટાછેડા લીધા હતા.
———–
આમિર ખાન અને કિરણ રાવ
આ યાદીમાં આમિર ખાન અને કિરણ રાવ પણ સામેલ છે. કિરણ રાવ એક ફિલ્મ નિર્માતા, પટકથા લેખક અને ફિલ્મ નિર્દેશક છે. આમિર અને કિરણ ૨૦૦૫માં લગ્નના બંધનમાં બંધાયાં હતાં. બંનેએ વર્ષ ૨૦૨૧માં અચાનક છૂટાછેડાની જાહેરાત કરીને હંગામો મચાવ્યો હતો. બંનેનો સંબંધ ૧૫ વર્ષ સુધી ચાલ્યા હતોે. આમિર ખાનના આ બીજાં લગ્ન હતાં.
———–
ફરહાન અખ્તર અને અધુના
ફરહાન અખ્તરે શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યો છે, પરંતુ ફરહાનના આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ લગ્ન અધુના સાથે થયા હતા. બંનેની લવસ્ટોરી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના સેટ પરથી શરૂ થઈ હતી. આ પછી બંનેએ લગ્ન કર્યો હતા. ફરહાન અને અધુનાનો સંબંધ ૧૬ વર્ષ સુધી ચાલ્યો હતો. અચાનક તેમના અલગ થવાના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. તેમના છૂટાછેડાનું કારણ કોઈને સમજાયું નહીં.
————
સૈફ અલી ખાન અને અમૃતા સિંહ
એક સમય હતો જ્યારે સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ફિલ્મી દુનિયામાં સૌથી વધુ ચર્ચિત કપલ હતાં. ૧૯૯૧માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતાં. જ્યારે સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર ૨૧ વર્ષનો હતો અને અમૃતા ૩૩ વર્ષની હતી. આ કારણે બંનેની લવ લાઈફ હેડલાઈન્સમાં રહી હતી, પરંતુ લગ્નના ૧૩ વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. સૈફ અને અમૃતાના છૂટાછેડા પાછળનું કારણ શું હતું, આ વાત સ્પષ્ટ થઈ શકી નથી. સૈફે પોતાનાથી ૧૨ વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ પરિવારની વિરુદ્ધ જઈને એકબીજા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ સૈફ અને અમૃતાનો આ સંબંધ ટકી શક્યો નહીં.
————
કરિશ્મા કપૂર અને સંજય કપૂર
કરિશ્મા કપૂરે ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ દિગ્ગજ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યો હતાં. સંજય કપૂર સાથેના લગ્નના થોડા દિવસો પછી બંને વચ્ચે અણબનાવ થયો હતો. તેમનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં અને ૧૧ વર્ષ પછી ૨૦૧૬માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. આજે બંને અલગ રહે છે.