Homeઆપણું ગુજરાતઅમદાવાદમાં ગીઝર ફાટતા ફ્લેટ સળગ્યો: તરુણી ભડથું, ફાયર વિભાગની સ્નોરકેલ જ ના...

અમદાવાદમાં ગીઝર ફાટતા ફ્લેટ સળગ્યો: તરુણી ભડથું, ફાયર વિભાગની સ્નોરકેલ જ ના ખૂલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ નજીક આર્કેડ ગ્રીન એપાર્ટમેન્ટમાં ૭મા માળે ગીઝરમાં લાગેલી આગ ઘરમાં પ્રસરતા વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેમાં એક તરુણીનું મોત થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના શાહીબાગમાં ગિરધરનગર સર્કલ નજીક ઓર્ચિડ ગ્રીન ફ્લેટની આગ હકીકતમાં અમદાવાદના ફાયરબ્રિગેડ વિભાગ માટે મોટા સબકરૂપ ઘટના બની છે. ફાયરની ટીમના દાવા પ્રમાણે, સવારે ૭.૨૮ વાગ્યે ફાયરનો કોલ આવ્યો અને ૭.૩૨ વાગ્યે તો ફાયરની ટીમ પહોંચી પણ ગઈ હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે ચાર મિનિટમાં ફાયરબ્રિગેડના બંબા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં પહોંચી તો ગયા, પણ આગ બુઝાવતા કેમ બીજો અડધો કલાક લાગી ગયો? આ મહત્ત્વનો અડધો કલાક વેડફાયો ન હોત તો કદાચ પ્રાંજલનો જીવ બચાવી શકાયો હોત. ફાયર બ્રિગ્રેડની ગાડીઓ આવી પણ એમાં કોઈ ટેક્નિકલ ફોલ્ટ હતો અને આ કારણે સ્નોરકેલ ખૂલતી જ નહોતી. શરૂઆતની સાત-આઠ મિનિટ તો સ્નોરકેલ ખોલવાની મથામણમાં જ જતી રહી. ત્યાર પછી ફાયર ફાઈટર ચાલુ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પરથી પાણીનો મારો ચલાવવાની શરૂઆત કરી હતી. આ પાણીનો મારો માંડ પાંચમા માળ સુધી જ પહોંચી શકતો હતો અને એને કારણે આગ વધતી જ જતી હતી. કોઈ રીતે આગ કાબૂમાં આવી જ નહોતી રહી, કારણ કે એને ઓલવવા માટે પાણીનો ફોર્સ પૂરતો નહોતો. આવી સ્થિતિમાં આગને કાબૂમાં લેવી મુશ્કેલ થઈ ગઈ હતી. હજી ત્રણ બેડરૂમના આ ફ્લેટમાં કયા બાથરૂમનું ગીઝર ફાટ્યું તે તો હાલ સ્પષ્ટ જણાયું નહોતું. પરંતુ આગ ઓલવીને સ્થળે પહોંચનારા લશ્કરોના પ્રાથમિક અનુમાન મુજબ બાથરૂમનું ગીઝર ફાટ્યું હોઈ શકે છે જેને કારણે આખી આગ ફેલાઈ હોય એવું બની શકે છે.ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular