મુંબઇમાં વિદેશી મહિલા પર સાત વર્ષ સુધી અત્યાચાર : પોલીસે હાથ ધરી ગુનેગારની શોધખોળટ

124

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં એક વિદેશી મહિલા પર બળાત્કાર થયો હોવાની વિગતો જાણવા મળી છે. આ મહિલા પોલેન્ડની છે અને મનીષ ગાંધી નામના આરોપીએ તેના પર અત્યાચાર કર્યો હોવાની જાણકારી પોલીસ સૂત્રો તરફથી મળી છે. પોલીસે એફઆઇઆરમાં એવી વિગતો પણ નોંધી છે કે આરોપી મનીષ ગાંધી દ્વારા 2016 થી 2022 સુધી આ મહિલા પર અનેકવાર બળાત્કાર કરવામાં આવ્યો છે. આરોપીના વિરોધમાં આંબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ અંધેરીમાં આવેલ એશિયન બિઝનેસ એન્ડ કોન્ફરેન્સીસ (એબીઇસી) આ કંપની ના અધિકારી અને કાર્યકારી સંચાલક મનીષ ગાંધી પર 34 વર્ષિય પોલીશ મહિલાએ બળાત્કારનો આરોપ કર્યો છે. મહિલાની ફરિયાદ બાદ આંબોલી પોલીસે ગુનો દાખલ કરી મીનષ ગાંધીની શોધખોળ હાથ ધરી છે. ગુનેગાર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનેગારે મહિલાને સોશિયલ મિડીયા પર તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેના પર અત્યાચાર કર્યો હોવાની જાણકારી પણ મહિલાએ પોલીસને આપી હતી.
ફરિયાદી મહિલાએ દાવો કર્યો છે કે મનીશ ગાંધીએ 2016 થી જર્મની, નવી દિલ્હીની વિવિધ હોટેલ્સ અને દેશના અન્ય સ્થળોએ બોલાવી તેની પર લૈંગીક અત્યાચાર કર્યો હતો. આ ઉપરાંત મહિલાને બ્લેકમેલ કરવા તેના નગ્ન ફોટો પાડી તેને સોશીયલ મિડીયા પર વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે મીનષ ગાંધી વિરુદ્ધ બળાત્કાર, લૈંગીક અત્યાચાર અને ભારતિય દંડ સંહિતા અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી કાયદા, 2000 અંતર્ગત આવતી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ 34 વર્ષની મહિલા પોલેન્ડના લુબાનની રહેવાસી છે અને નવેમ્બર 2016થી તે અંધેરી પશ્ચિમના ન્યૂ લીંક રોડ પર આવેલ એબીઇસી કંપનીમાં કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!