આજે આટલું જ -શોભિત દેસાઈ
ચૂંટણીને મસ મોટાં ઝયક્ષતશજ્ઞક્ષનાં ઝાડ તરીકે જોવાને બદલે એમાં ઈયહયબફિશિંજ્ઞક્ષ મૂકી દઇએ. એને ઉત્સવ તરીકે ઓળખીએ તો આપણું દરેકનું સરદર્દ માથાનો ભાર ગાયબ જ થઇ જાય ને! અને મારા પરમપ્રિય વાચક દોસ્ત! આજના લેખના આ પહેલા વાક્યથી જો તમે હળવાફૂલ થઇ ગયા હો તો એનું શ્રેય પણ તમારે પરમ વહાલા નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદીને જ આપવાનું. ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે એ સત્ય એમનું જ. ચૂંટણીના સંદર્ભમાં ધીઠ થઇ ગયેલી આપણી માનસિકતાને થોડું પિગળાવીએ એવું આઝાદીના આ ૭૫મા વર્ષમાં તો પ્રણ લઇએ!
શિર્ષકની નીચે જે ગુણાંક મુક્યા છે એ અમારા પિતાજીને અંજલિ આપી છે. સ્કૂલ શિક્ષક પાસે થોકડા ઉત્તરવહીઓ આવે ઓક્ટોબર-નવેમ્બર અને એપ્રિલ-મેમાં. બાપા રાજધાનીની ઝડપે તપાસે અને ગુણાંક મૂકે ૬૭-૧૦૦ એટલે કે ૧૦૦માંથી ૬૭. ૨૫થી ઉપરનાથી લઇને ૩૦ સુધીના ગુણાંકવાળી ઉત્તરવહીઓ ફરીથી તપાસે અને બને ત્યાં સુધી અને એથીય આગળ જઇને ૩૨ સુધી પહોંચાડી દે, જેથી વરસ ન બગડે. પણ આજની ઉપરની ગુણાંકપ્રથામાં એવા કોઇ જ ભવફક્ષભયત નથી, યધ્વા તધ્વા પાર્ટીઓએ છેલ્લાં પાંચ વરસમાં પોતાની કાર્યદક્ષતાનું આપેલું રોકડું સમયપત્રક છે. ગજ્ઞ લફિભય ળફસિત-ક્ષજ્ઞ જ્ઞવિંયિ ભજ્ઞક્ષભયતતશજ્ઞક્ષત જ્ઞર ફક્ષુ િુાંય. ચૂંટણીને એટલા માટે જ આપણે લોકશાહીનો ઉત્સવ ગણવો જ જોઈએ. હજી પણ જેઓ ચૂંટણીને ઓથાર સમજતા હોય એમણે ખાસ…
અંગ્રેજી ભાષા-શબ્દો ગુજરાતી ભાષાને રીતસરના આરોગી રહ્યા છે એવું આ કોલમમાંથી હું પોતે જ પ્રતિપાદિત કરતો હોવા છતાં ય આજે ફક્ષશિં શક્ષભીળબફક્ષભુ માટે તો ‘સત્તા વિરોધી’ શબ્દ જ વાપરવો છે. દિલ્હી અને હિમાચલનાં પરિણામો ઉપર સત્તાવિરોધની મહોર મરાઇ, કારણ દિલ્હીમાં ૧૫ વરસની અને હિમાચલમાં પાંચ વરસની સત્તા બદલાઇ. પણ ઊક્ષલહશતવ ક્ષયૂત ભવફક્ષક્ષયહત ના મહા ચબરાકિયા અને ‘ચાલુ’ ભડભડિયાઓએ ગુજરાત માટે ૨૭ વરસ પછી પણ માત્ર ાજ્ઞિ શક્ષભીળબફક્ષભુ ‘સત્તા સમર્થન’ શબ્દ વાપરીને આગળ વધવું મુનાસિબ માન્યું. એ સામે મારો વાંધો છે. ના…એ ાજ્ઞિ શક્ષભીળબફક્ષભુ નથી, નથી ને નથી. એ ચમત્કાર છે. શા માટે આ ઊંડાણ વગરના ‘ચબરાકિયા’, ‘ચાલુ’ ટોળકી ચમત્કાર શબ્દ વાપરવાથી સંકોચાય છે? ૨૦૦૦ પહેલાં જેને ક્યારેય ગંભીરતાથી નહોતું લેવાતું. (ગાંધી અને પટેલ અને સારાભાઇ અને અંબાણી ઇત્યાદી છતાંય) એ ગુજરાત આજે દુનિયાના ૮૦૦ કરોડ લોકોમાંથી ૭૯૯ કરોડ લોકોની જાણમાં આવી ગયું છે એનો અર્થ કોઇ મને જણાવી શકે!? એ ગુજરાતે પોતાના પનોતા પુત્રને આ વખતે ૧૮૨માંથી ૧૫૬ બેઠક આપીને એને માથાથી લઇને તળિયા સુધીનો પ્લેટિનમનો હાર પહેરાવ્યો છે એને ચમત્કાર કહેવાય કે નહીં, મારા દોસ્ત?! તો આ સત્તા વિરોધ કે સત્તા સમર્થનના ચક્કરમાંથી બહાર નીકળી જઇને ફિં હયફતિં આપણે તો આ ચમત્કારને… આ મહાઉત્સવને ઉજવીએ!!!
અમારી પડતી આખડતી નાણાકીય હાલતમાં ય મારાં મા-બાપા જ.જ.ઈ. અને એ પછીના દરેક વર્ષની મારી ઉત્તીર્ણતાને સગાંસંબંધીઓને ચેવડો-પેંડાથી નવાજીને ઉજવતાં. ચૂંટણી વિજય પછી ભાજપાના મુખ્યાલય પરના મેળાવડા જોઉં છું અને મારી આંખો મારાં મા-બાપાને યાદ કરતાં પાણી પાણી થઈ જાય છે. ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે જ અને પરિણામ ઈત્યાદીના દુન્યવી કોષ્ટકથી પર થઈને એ દરેક દ્વારા ઉજવાવો જ જોઈએ, કારણ કે ચૂંટણી દરેકને સ્પર્શે છે, મત આપનારને પણ અને ઘરે બેસી રહેનારને પણ… છેલ્લે લોકશાહીના આ ઉત્સવના સમર્થ આયોજનકાર માટે અત્યંત આદરપૂર્વક મારે એટલું જ કહેવાનું કે ભવ્યતા ગુમાવ્યા વગરની અત્યંત સહજ ભાષા(ઓ) મોદી સાહેબની મિત્ર છે, અવાજના આરોહ-અવરોહ મોદીસાહેબના કંઠના ઓવારણા લે છે, કટાક્ષ અને હાસ્ય મોદીસાહેબને ત્યાં નોકરી કરે છે અને લોકહિતના અદૃશ્ય તેજવર્તુળથી જે કાયમ રક્ષાયેલા છે એવા ભાષા સરિતાના વહાલસોયા વાહક શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (માતા હીરાબા) યાવદ્ચંદ્રદિવાકરૌ જીવે એ ઙફિભશિંભફહ દુઆ નથી, એટલે શતં જીવ શરદ: આયુષ્ય ભોગવે એવી ‘મુંબઈ સમાચાર’ અને કરોડો ગુજરાતીઓ તરફથી શુભેચ્છા…
આજે આટલું જ….