વિદેશી હૂંડિયામણની અનામતમાં ૨.૨૩૮ અબજ ડૉલરનો ઘટાડો

વેપાર વાણિજ્ય

મુંબઈ: દેશની કુલ વિદેશી હૂંડિયામણમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ઘટાડો થતાં ગત ૧૨મી ઑગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ અનામત ૨.૨૩૮ અબજ ડૉલર ઘટીને ૫૭૦.૭૪ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત ૮૯.૭ કરોડ ડૉલર ઘટીને ૫૭૨.૯૭૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં સૌથી વધુ હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૨.૬૫૨ અબજ ડૉલર ઘટીને ૫૦૬.૯૯૪ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય ચલણો સામે રૂપિયામાં થઈ રહેલી વધઘટને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત ૩૦.૫ કરોડ ડૉલર વધીને ૪૦.૬૧૮ અબજ ડૉલરના સ્તરે રહી હતી. તેમ જ ઈન્ટરનેશન મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૧૦.૨ કરોડ ડૉલર વધીને ૧૮.૧૩૩ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત ૭૦ લાખ ડૉલર વધીને ૪.૯૯૪ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.