Homeઉત્સવસો બીમારીઓનો એક ઉપચાર કવિતા

સો બીમારીઓનો એક ઉપચાર કવિતા

આજે આટલું જ -શોભિત દેસાઈ

ઝીન્દગીસે બડી સઝા હી નહી
ઔર ક્યા જુર્મ હૈ પતા હી નહી
– ક્રિશ્ર્ન બિહારી નૂર
નાનપણમાં ગુજરાતી માધ્યમમાં પરીક્ષાના પેપરો (પ્રશ્ર્ન પત્રો)ના જવાબ લખતા હતા એ લઢણ યાદ આવી ગઈ!
પ્રશ્ર્ન: આજના લેખના શિર્ષકની યથાર્થતા જણાવો.
જવાબ: સો બીમારીનો એક ઉપચાર છે કવિતા, કારણ કે કવિતા દરેક વિષય, જિંદગીના દરેક પાસાને સ્પર્શે છે. અને હું પાછો અતિશય તીવ્ર ળયળજ્ઞિુ ાજ્ઞૂયિ ધરાવતો કવિ છું, એટલે મારી પાસે તો દરેક બીમારીનો કવિતાઈ ઈલાજ છે, છે અને છે જ. મારી કવિતામાંથી નહીં તો કવિતાના અગાધ મહાસાગરમાંથી કોઈક ને કોઈકની તો કવિતા મળી જ આવશે મને તમારી કોઈ પણ બીમારીના ઈલાજરૂપે. થાય છે ભજ્ઞક્ષતીહફિંક્ષભુ તયદિશભય ચાલુ કરી દઉં.
ઉપહાસ કરીને તમને થોડાક ઓછા ગણીને કે તમારી તરફ સતત અંશ્રદ્ધા રાખીને છોડી જતી તમારી પ્રિયતમાને તમારે નજર અંદાઝ કરવી છે? તો આવો મારા અતિમૂલ્યવાન ગ્રાહક! તમને લઈ જઉં મારા ગુરુ ‘બરકત વિરાણી બેફામ’ની ગઝલમાં…
દુ:ખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું
દુ:ખ એ જ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે…
તમને છોડી જવાના ગુના (તમારા હિસાબે) બદલ તમે તમારી પ્રેમિકાના માથા પર કાયમ લટકતી બદદુઆની તલવાર રાખવા માગો છો? અરે! એનો તો ખૂબ જ સચોટ ઉપાય છે… થોડા યડ્ઢિિંફ ભવફલિયત લાગશે, શૅઅર ‘મરીઝ’નો છે ને! એટલે…
નિષ્ફળ પ્રણયનો એ જ દિલાસો રહી ગયો
ચાહું છું તું સુખી નથી એવી ખબર મળે
ક્યારેક તમે કોઈ વ્યક્તિને મળ્યા હો અને તરત જ તમે એના બનાવટી ફીફિમાં ઝડપાઈ જાવ… તમે એને પરમાત્માના દૂત માનવા માંડો… અને પોતાને પુરવાર કરવાની તમારી જિંદગીની કોઈક ક્ષણ પર એ કહેવાતો ‘મહામાનવ’ સાવ બોદો, ખાલી, સાધારણ નીકળે તો તમારે જમાલ એહસાનીનો મનોમન તરત આભાર માની લેવો, તમે તમને વાંચી શક્યા એ બદલ…
ચરાગ સામેનેવાલે મકાનમેં ભી ન થા
યે સાનીહા મેરે વહમ-ઓ-ગુમાન મેં ભી ન થા
ઓછા, ટાંચા સાધનોવાળી તમારી જિંદગીને એટલા જ સાધનોમાંથી વધુ સમૃદ્ધ નિરખવા માગો છો? તો તો ‘દિલહર’ સંઘવી તમારે માટે થાળ તૈયાર રાખી ઊભા જ છે!
મારા નસીબ સારા નહોતા હું કેમ માનું!
પોઢયો હું રાત લઈને, જાગ્યો પ્રભાત લઈને…
હવે એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો. કદાચ એવું બને કે સંતાન આવ્યા બાદ સ્ત્રી રતિક્રિડાના સંદર્ભે ખુદની કામુકતામાં કમી મહેસૂસ કરતી હોય, થોડું દુર્લક્ષ સેવતી હોય તો ‘આદિલ’ મનસુરીને યાદ કરીને મન મનાવી લેજો મારા દોસ્ત!
‘આદિલ’ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો
પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ
ભરત વાઘાણીને એના ખોડંગાતા સ્વાસ્થ્ય સાથે એ જે વિનમ્રતાથી જિંદગીને ળફક્ષફલય કરી રહ્યો છે એના ઉપર મેં ‘રાહત’ ઈન્દોરીનો શૅર ફટકારીને એને ચકાચૌંધ કરી દીધો હતો વચ્ચે એક બપોરે…
યે કૈચીયાં હમે ઉડને સે ખાક રોકેંગી?!
કી હમ પરો સે નહીં હૌસલો સે ઉડતે હૈં…
બાકી તો… છેલ્લે રહી જાય છે, બાકી એ જ માનવીય સંબંધ, એમાંથી ઊભા થતા ખટરાગ, અહમ્ના ટકરાવ અને પુનર્સંધાન માટે કોણ પહેલ કરેની અકળામણ… ગણગણો નીચેની પંક્તિઓ એ ક્ષણે…
એ ક્ષણોમાં જવાની ઈચ્છા છે…
આપણો પહેલાંનો સમય ક્યાં છે!
તને મળતાં હતી જે ચંચળતા
તારી પાસે એ મારાં સસલાં છે?!
આંખ પર ભાર તો મને પણ છે…
મેં ય સપનાં ઘણા ઉછેર્યાં છે
તારી પાસે ગયો છું તરસ્યો પણ-
પાણી ક્યાં છે? ત્યાં માત્ર દરિયા છે…
કારણો દૂરતાના મોકલજે
મારે પણ એમને સમજવા છે.
આજે આટલું જ…

 

RELATED ARTICLES

Most Popular