Homeઆમચી મુંબઈનિર્જન જગ્યાએ કપલની મસ્તી કે મારપીટ, વીડિયો વાઈરલ

નિર્જન જગ્યાએ કપલની મસ્તી કે મારપીટ, વીડિયો વાઈરલ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર મુંબઈના એક કપલનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં નિર્જન રસ્તા પર એક શખસ યુવતી સાથે મોજ મસ્તી કર્યા પછી ઝઘડો કરવાની સાથે તેની મારપીટ કરતો જોવા મળ્યો હતો, જેમાં યુવતી પણ કંઈ કરી શકતી નથી. આ વીડિયો વાઈરલ થયા પછી મારપીટ કરનારા શખસને જેલના સળિયા પાછળ ધકેલવાની લોકોએ પોલીસને અનુરોધ કર્યો હતો.
આ કપલ મલાડના એક વિસ્તારમાં નિર્જન રોડ પર સ્કૂટી પાર્ક કરીને બેઠું હતું ત્યાર બાદ બંનેની વચ્ચે કોઈ વાતનો વિવાદ થયા પછી યુવતીને એ શખસ જોરદાર મારવા લાગે છે. 21 સેકન્ડના વીડિયોના ફૂટેજમાં એ શખસ યુવતીને કોઈ પણ રોકટોક વિના મારપીટ કરતો રહે છે અને યુવતીની પણ દયા આવતી નથી. તેમની વચ્ચેની વાતચીત ઝઘડામાં પરિણમી ગયા પછી એ શખસ તેના વાળ ખેંચે છે. એ શખસ યુવતીના મોંઢા પર લાફા મારવાની સાથે પગમાં પણ મારતો રહે છે. યુવતીને માર મારવાની સાથે સાથે તેનું ગળું દબાવતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ કરનારા યૂઝરે આ વીડિયો અપલોડ પર કર્યા પછી મુંબઈ પોલીસે એ શખસ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ પોલીસને એ શખસ સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટવિટર પર લોકોએ કહ્યું હતું કે મુંબઈ પોલીસે રાતના જ નહીં, પરંતુ દિવસે અને બપોરના સમયે પણ ખાલી રસ્તા પર પેટ્રોલિંગ કરવાનું જરુરી છે. અવાવર રસ્તા પર કોઈની અવરજવર વિનાના રસ્તા, શેરીમાં પણ પોલીસે પેટ્રોલિંગ કરવાનું જરૂરી છે. લોકોએ કહ્યું હતું કે મલાડ પોલીસે કોઈ અણબનાવ બની જાય ત્યાં સુધી કોઈ રાહુ જોવી નહીં. પોલસી પ્રશાસન દ્વારા જો રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે તો આ પ્રકારના બનાવ બને નહીં, એવું પણ લોકોએ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -