ઓડિશામાં આજથી હોકી વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ હોકી વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે ઓડિશામાં આવ્યો છે. અભિનેતા રણવીર સિંહે આજે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. આજે સાંજે કટકના બારાબતી સ્ટેડિયમમાં હોકી વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ પહેલા અભિનેતા સીએમ નવીન પટનાયકને મળ્યો હતો. મીટિંગની તસવીરો નવીન પટનાયકે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.
રણવીર સિંહની તસવીરો શેર કરતા નવીન પટનાયકે લખ્યું, ‘કટકના બારાબતી સ્ટેડિયમમાં હોકી વર્લ્ડ કપ 2023 સમારોહ પહેલા પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ સાથે સુખદ મુલાકાત. મને ખાતરી છે કે ફંક્શનમાં તેની હાજરી હોકી વર્લ્ડ કપને વધુ આકર્ષક બનાવશે. ચાલો આપણે બધા હોકીની ભાવનાની ઉજવણીમાં જોડાઈએ.
It is a pleasure meeting popular actor @RanveerOfficial ahead of #HockeyWorldCup2023 Celebrations at Barabati Stadium, #Cuttack. I am sure his presence will add lot of charm to the celebration. Let’s all join to celebrate the spirit of hockey. #HockeyComesHome.#HWC2023 pic.twitter.com/IksYt5HnhI
— Naveen Patnaik (@Naveen_Odisha) January 11, 2023
હોકી વર્લ્ડ કપ ઓડિશાના રાજ્યની રાજધાની ભુવનેશ્વર અને રીરકેલા એમ બે શહેરોમાં યોજાશે. નવીન પટનાયકે પહેલેથી જ જાહેરાત કરી છે કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો ટીમના દરેક ખેલાડીને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.