અમરનાથ ગુફાની બહાર વાદળ ફાટ્યું

દેશ વિદેશ

ત્રણ મહિલા સહિત બારનાં મોત

સુરેશ એસ. ડુગ્ગર

જમ્મુ: અમરનાથ ગુફાની બહાર વાદળ ફાટવાને કારણે આવેલા પૂરને લીધે ત્રણ મહિલા સહિત બાર જણનાં મોત થયાં હતાં.
શુક્રવારે સાંજે લગભગ સાડાપાંચ વાગે આ ઘટના બની હતી.
ત્રણ મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે, બે વ્યક્તિનાં મૃતદેહ મળી આવ્યાં હતાં, પરંતુ તેમની ઓળખ નહોતી થઈ શકી
અમરનાથ ગુફાના ઉપરના વિસ્તારમાં સાંજે લગભગ સાડાપાંચ વાગે જોરદાર ધડાકા સાથે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાને કારણે અચાનક જ ત્યાંની નદીમાં પૂર આવી ગયાં હતાં. પૂરનાં પાણીમાં અમરનાથ ગુફાની પાસે આવેલી અમુક છાવણીઓ પણ તણાઈ ગઈ હતી. વાદળ ફાટાવાને કારણે અમુક લંગરોને પણ નુકસાન થયું હતું.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત હતી.
પરિસ્થિતિ નિયંત્રણમાં છે તેમ જ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું પહેલગામ જોઈન્ટ કંટ્રોલરૂમે જણાવ્યું
હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.