તસવીરની આરપાર -ભાટી એન.
ભારતનું રાજસ્થાન પ્રવાસન ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ અને અત્યાધુનિક સિચ્યુએશનમાં કમ્ફર્ટેબલ સુરભિત વાતાવરણમાં જાજરમાન જબરજસ્ત કલાનો ગુણીયલ ભંડારવાળી એફિશિયન્સીકલા મઢેલું સિટી નિહાળવા જેવું છે…! રાજસ્થાનનાં રાજવી કુટુંબોએ શહેરની શોભામાં વધારો થાય અને પોતાની કીર્તિ ગવાતી રહે એવા શુભ આશયથી પ્રાચીન મંદિરો, ભવ્ય વિશાળ મહેલો, ઘંટાઘર ટાવર બનાવેલ છે. રાજસ્થાનનો પથ્થર પીળો, લાલ, ચોકલેટી પથ્થરમાંથી બનતી ઈમારતો સોનાની છાંટ જેવો કલરટોન જોવા મળે છે…! બારીક કલા કોતરણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેનો ઊંચો કિલ્લો જોતા તેની સુરક્ષાનો ખ્યાલ આવી જાય છે. અહીંના પુરુષો રંગીન પાઘડી પહેરે અહીંની ભાષા મારવાડી છે. ખૂબ જ લહેકાથી બોલાતી ભાષા માન વાંચક છે. આ ભાષાને લખવામાં આવે તો હિન્દી ભાષામાં લખાય છે. રાજસ્થાનમાં અમુક કોમમાં હાથી દાંતનાં ચુંડલા આખા હાથમાં પહેરેલ હોય જે સફેદ રંગના હોય છે. હવે તો હાથી દાંતના બદલે રસના ચુડલા પહેરવા લાગ્યા છે..! પુરુષો ધોતી પહેરે છે. રાજસ્થાનમાં રણ વિસ્તાર વધુ છે અહીં વરસાદ ઓછો થાય છે, પણ રાજસ્થાનના કલાકાર અને કલા કોતરણીની ભૂમિ છે…! જેમાં એક વિશાળ શહેર થાર મરુ સ્થળમાં આવેલ વિશાળ વિસ્તાર ધરાવતા મરુ ભૂમિમાં ‘જોધપુર’ મહાન થાર મરુ સ્થળનું પ્રવેશ દ્વાર છે. અહીં વિશાળ રેગીસ્તાન આવેલ છે…! જાણે હીરાની માફક ચમકે છે. પ્રાચીન મારવાડ રાજ્યોમાં તે કિલ્લાબંધ નગર છે. લાંબી કિલ્લાની દીવાલમાં પ્રવેશવામાં સાત વિશાળ દરવાજા રાખવામાં આવેલ છે. જોધપુરમાં જોવાલાયક સ્થળમાં ઉમેદભવન, સફેદ સંગેમરમર તેમજ જોધપુરના લાલ બાલુઈ પથ્થરોમાંથી બનાવેલ ખૂબસુરત આ મહેલ ૧૯૪૮ ઈસવીસનમાં બનાવામાં આવેલ છે. આ સ્થાપત્યને બનાવતા ૨૦ વર્ષ થયા હતા. બ્રિટિશ શિલ્પકારોના રોયલ ઈન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ એચ.સી. લેન્કેસ્ટર દ્વારા તૈયાર કરેલ ઉત્કૃષ્ટ રૂપરેખાની અનુરૂપ આ સ્થાપત્યને બનાવેલ છે. છીતરજીલની બાજુમાં મહારાજા ઉમેદસિંહ દ્વારા બનાવેલ આ ભવનને છીતરભવનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વિશાળ મહેલ વિલક્ષણ છે. તેમની દીવાલો પર બનાવેલ મ્યુરલ પેઈન્ટિંગ તેમજ એની પ્રકાશ વ્યવસ્થા ખૂબ જ ઉતમ છે. આજે રાજવાડાનો અમુક ભાગ પર્યટકો માટે આધુનિક હૉટલમાં પરિવર્તન કરવામાં આવેલ છે. આમ જોધપુર ખરેખર પ્રાચીન કિલ્લો, મહેલો, ઘંટાઘરને મંડોળ ખાતે આવેલ મંદિર પ્રાચીન ખૂબ જ નિહાળવા લાયક છે. રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળોમાં જોધપુરનો ઉલ્લેખ થાય છે. તો આપ રાજસ્થાન જાવ તો જોધપુર ચોક્કસ જજો.