રઈસ ફિલ્મના દ્રશ્ય જેવો કિસ્સો: છોટા ઉદેપુરના બોડેલીમાં સ્કુલ બેગમાંથી મળ્યો દારૂનો જથ્થો

આપણું ગુજરાત

Chhota Udepur: ગુજરાતનો છોટા ઉદેપુર જીલ્લો મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ હોવાથી મોટી માત્રામાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા રહે છે. પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં રઈસ ફિલ્મના દ્રશ્યની માફક દારૂ ઘુસાડવાના થઇ રહેલા પ્રયાસને પોલીસે નાકામ બનાવ્યો છે. બાળકોને સાથે રાખી તેમની સ્કુલ બેગમાં દારૂની બોટલોની હેરફેર કરતી મહિલાઓને બોડેલી પોલીસે પકડી પડી છે.
મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે છોટા ઉદેપુરથી વડોદરા જઈ રહેલી એસ.ટી.બસમાં કેટલીક મહિલાઓ દારૂનો જથ્થો લઇ જઈ રહી છે. મહિલાઓ બાળકોને સાથે રાખી તેમની સ્કૂલ બેગમાં દારૂની બોટલો ભરવામાં આવી હતી. બાતમીને આધારે કેટલાક પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં એ જ બસમાં ચડ્યા હતા અને શંકાસ્પદ મહિલાઓની હિલચાલ પર નજર રાખી ખાતરી કરી હતી. બસ બોડેલી એસ.ટી.ડેપો પહોંચતા જ બોડેલી પોલીસ સ્ટેશનો કાફલો હાજર થઇ ગયો હતો અને સમગ્ર બસની તલાસી લીધી હતી ત્યારે મહિલાઓ સાથે રહેલા બાળકોની સ્કૂલ બેગમાંથી દરુની બોટલો મળી આવી હતી. આ દ્રશ્યો જોઇને બસમાં સવાર અન્ય મુસાફરો પણ ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે મહિલાઓની ધપકડ કરી પૂછ પરછ હાથ ધરી છે. આરોપી મહિલાઓ છોટા ઉદેપુર-મધ્ય પ્રદેશ બોર્ડર વિસ્તારના ગામડાની રહેવાસી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.