સુરતમાં વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરનાર આચાર્ય સામે ગુનો દાખલ, 200થી વધુ વિડીયો મળ્યા હોવાનો દાવો

આપણું ગુજરાત

થોડા દિવસ પહેલા સુરતના પુણાની શિક્ષણ સમિતિની શાળા નં.300ના આચાર્યની વિકૃત હરકતોનો વિડીયો સામે આવતા ભારે હડકંપ મચી ગયો હતો. શાળાનો આચાર્ય નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ બાળકોને નાગન કરી તેનો વિડીયો બનાવી વિકૃત હરકતો કરતો હતો. આ બનાવ શિક્ષણ સમિતિની જાણમાં હોવા છતાં આચાર્ય વિરુધ યોગ્ય પગલા લેવાયા ન હતા. ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ ઘટનાની માહિતી જાહેર કરી હતી અને ઘટનાનાના પુરાવા સાથે શિક્ષણ સમિતિને પગલા ભરવા રજૂઆત કરી હતી. આજે પોલીસે વિકૃત આચાર્ય સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુનો દાખલ થતાંની સાથે પ્રિન્સિપાલ નિશાંતકુમાર ઘરેથી ફરાર થઇ ગયો છે.
થોડા દિવસ પહેલા બહાર આવેલા એક વિડીયોમાં શાળાનો આચાર્ય નિશાંત વ્યાસ પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કરી વિકૃત હરકતો કરતો દેખાય છે. બીજા એક વિડીયોમાં આચાર્ય વિદ્યાર્થીને નગ્ન કરી બાકીના વિદ્યાર્થીઓને પોતાનો ફોન આપી વિડીયો શૂટ કરવાનું કહે છે. વિડીયોમાં આચાર્ય સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા દેખાતા હતા. એટલું જ નહિ, તે વિદ્યાર્થીને નગ્ન કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીનાં કપડાં પણ સંતાડી દીધાં હતાં. મળતી માહિતી પ્રમાણે આ વિડીયો 3 વર્ષ જુનો છે.
પાલિકા કમિશનરે બાળકોની જાતીય સતામણી પ્રકરણ અંગે તપાસ સમિતિ નીમી હતી. આ તપાસ સમિતિ દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવતાં તેના આધારે આચાર્યને સસ્પેન્ડ કરાયો હતો પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. ત્યાર બાદ AAPએ દબાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પુણા પોલીસે તપાસ સમિતિને પોલીસ મથકે બોલાવી હતી. તપાસ સમિતિએ કરેલી અરજીમાં આચાર્યના 200થી વધુ વીડિયો સામે આવ્યાં છે.
આરોપી આચાર્યની હરકતોને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની નાલેશી થઇ છે. પુણા પોલીસ સ્ટેશનમાં પાલિકાની તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ફરાર થઇ ગયેલા આચાર્યને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.