માણગાંવ-પુણે રોડ પર કાર અકસ્માત! 200 ફૂટ નીચે પડી કાર, ત્રણના મોત

આમચી મુંબઈ

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના તામ્હિણી ઘાટ નજીક એક ભીષણ અકસ્મતમાં ત્રણના મોત થયા હોવાની માહિતી મળી છે. માણગાંવ-પુણે રોડ પર આવેલા તામ્હિણી ઘાટમાં એક કાર 200 ફૂટ નીચે ખીણમાં ખાબકી હોવાથી કારમાં સવાર કુલ છ લોકો પૈકી ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતાં અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

પોલીસે આપેલી માહિતી અનુસાર વાશિમ જિલ્લામાં રહેનારા છ યુવકો કોંકણના વિસ્તારોમાં ફરવા માટે નીકળ્યા હતાં ત્યારે પાછા ફરતી વખતે માણગાંવ-પુણે રોડ પર આ અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોની સારવાર માણગાંવની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટના શનિવારે સાંજે છ વાગ્યે બની હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ ટીમને બોલાવી હતી અને મોડી રાત સુધી બચાવ કામગિરી ચાલી હતી.

આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે ચોમાસા દરમિયાન ઘાટી વિસ્તારોમાં ભુસ્ખલનની શક્યતા હોય છે અને અક્સામતના ચાન્સેસ વધી જતા હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.