આર્થિક ભીંસમાં મૂકાયેલા પૂર્વ ક્રિકેટરની મદદે આવ્યા ઉદ્યોગપતિ, 1 લાખ રુપિયાની નોકરી ઓફર કરી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં ખૂબ જ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમની પાસે કામ નથી અને પૈસા પણ નથી. તેમનો એક માત્ર આધાર બીસીસીઆઇ તરફથી મળતું 30,000 રૂપિયાનું પેન્શન છે. આવી કઠિન પરિસ્થિતિમાં તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. એવા સમયે ઉદ્યોગપતિ સંદીપ થોરાતે તેમને મહિને એક લાખ રૂપિયાના પગાર સાથે કામની ઓફર આપી છે. મુંબઈની સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીયલ ગ્રુપની ફાઈનાન્સ કંપનીમાં કાંબલીને નોકરીની ઓફર આપવામાં આવી છે. વિનોદ કાંબલીએ 2019 ના કોચિંગ અસાઇનમેન્ટ પછી કોરોના સમયગાળા દરમિયાન કોઈ કામ કર્યું ન હતું.
નોકરીની ઓફર આપતા ઉદ્યોગપતિ સંદીપ થોરાટે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં એક કરતાં વધુ સારા લોકો છે. પરંતુ શા માટે તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? વિનોદ કાંબલીએ ભારતીય ક્રિકેટને ઉચ્ચ સ્તરે લઈ ગયા છે. આજે તેઓ એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે કે તેઓ પોતાના પરિવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આ આપણા બધાની નિષ્ફળતા છે.
આ પહેલા પણ વિનોદ કાંબલી નવી મુંબઈના નેરુલમાં સચિન તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમીમાં યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપવાનું કામ કરતા હતા, પરંતુ તેમને નેરુલ જઈને ક્રિકેટ શીખવવા માટે ઘરથી ઘણું દૂર જવું પડતું હતું. તેથી તેમણે ત્યાં જવાનું માંડી વાળ્યું હતું.
હવે જોવાનું એ રહે છે કે વિનોદ કાંબલી આ નોકરીની ઓફર સ્વીકારે છે કે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.