(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારો કરશે એવા ભય સાથે રશિયાના અણુયુદ્ધની ચેતવણીને કારણે અમેરિકા અને યુરોપના બજારોમાં જોરદાર ઘટાડો થવાની અસરે સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટ ડહોળાયું હતું અને પ્રોફિટ બુકિંગના મારા વચ્ચે બે દિવસની તેજીને બ્રેક લાગી હતી. સત્ર દરમિયાન ૪૪૪.૩૪ પોઇન્ટ અથવા તો ૦.૭૪ ટકાના ઘટાટા સાથે ૫૯,૨૭૫.૪૦ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૨૬૨.૯૨ પોઇન્ટ અથવા તો ૦.૪૪ ટકાના ઘટાડા સાથે ૫૯,૪૫૬.૭૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૯૭.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૫૫ ટકાના ઘટાડા સાથે ૧૭,૭૧૮.૩૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. બુધવારેે માર્કેટ કેપ રૂ. ૨૮૧.૧૭ લાખ કરોડના સ્તચરે પહોંચ્યું હતું, જે પાછલા સત્રમાં રૂ. ૨૮૪.૨૫ લાખ કરોડ રહ્યું હતું. આમ માર્કેટ કેપમાં કુલ રૂ.૩.૦૮ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. ફેડરલના હોકિસ સ્ટાન્સનો ભય અને ફોર્ડ દ્વારા તેના પ્રોફિટમાં એક અબજ ડોલરનો ઘટાડો થવાની વ્યકત થયેલી સંભાવનાને કારણે અમેરિકન બજારે જોરદાર પછડાટ ખાધા બાદ યુરોપના બજારો પણ ડહોળાયા હતા. જોકે,બપોરના સત્રમાં મોટાભાગના યુરોપિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. એશિયામાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગના બજારોમાં પીછેહઠ જોવા મળી હતી.
રશિયાએ ફરી યુક્રેનની સરહદે સેન્ય દળો મોકલવાનું ચાલુ ંકર્યું હોવા સાથે પશ્ર્ચિમી દેશોને અણુયુદ્ધની ચેતવણી આપી હોવાના અહેવાલો વહોતા થવાને કારણે પણ બજારનું માનસ ડહોળાયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ચ્રૂડના ભાવ ૨.૩૮ ટકાના વધારા સાથે ૯૨.૭૮ ટકા બોલાયા હતા. દરમિયાન એક્સચેન્જના ડેટા અનુસાર મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧૧૯૬.૧૯ કરોડના શેર ખરીદ્યા હતા. પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એનટીપીસી, લાર્સન એન્ડ ટૂબ્રો, એચસીએલ ટેકનોલોજીસ, ડો. રેડ્ડીઝ લેબ, ટીસીએસ અને ભારતી એરટેલ ટોપ લૂઝર્સ રહ્યાં હતાં. જોકે, હિંદુસ્તાન યુનિલીવર, આઇટીસી, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા નેસ્લે ટોપ ગેઇનર રહ્યાં હતાં. અદાણી જૂથે અંબૂજા સિમેન્ટ અને એસીસીમાંનો પોતાનો ૧૩ અબજ ડોલરનો સંપૂર્ણ હિસ્સો જર્મનીની ડોઇશ બેન્કની હોંગકોંગ શાખામાં ગીરવે મુક્યો હોવાનું એક્સચેન્જની રેગ્યુલેટરી નોટમાં જણાવાયું છે. જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસિસે તેના સ્માર્ટફોલિઓસ પ્રોડક્ટના ભાગરૂપે મોર્ગન સ્ટેનલી કેપિટલ ઈન્ટરનેશનલે તૈયાર કરેલા કસ્ટમ્ડ સૂચકાંકોના આધારે બે આગવા ઈક્વિટી ઈન્ડેક્સિસ લોંચ કર્યાં છે.
એરઇન્ડિયાએ તેના ૩૩ લાખ ફ્રીકવન્ટ ફ્લાયર્સ માટે માર્ચ ૨૦૩૩ સુધી લાભો વિસ્તાર્યા છે. દરમિયાન આર્થિક મોરચે પ્રવૃત્તિઓ વધી રહી છે. ટેક્સાટાઇલ મંત્રાલય સાથે સંકળાયેલી ધી સિન્થેટિક એન્ટ આર્ટ સિલ્ક રિસર્ચ એસોસિએશન (સાસમીરા)એ સાસમીરાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનીંગ એન્ડ ટેક્સટાઇલ (એસઆઇડીટી)ના બે કોલેબોરેશનની જાહેરાત કરી છે, જેમાં એક ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જ્વેલરી ડિઝાઇનીંગ ડિપ્લોમા કોર્સ માટે અને ઝી એકેડેમી ઓફ સસ્ટેનેબિલિટી સાથે સસ્ટેનેબિલિટી અને ઇએસજી સ્ટીઝ માટે વિવિધ એકેટેમી પ્રોગ્રામ માટે સહયોગ લાધ્યો છે. આ સંદર્ભમાં એસઆઇડીટીએ ગ્રેજ્યુએટ થઇ રહેલા સ્ટુડન્ટનો વાર્ષિક ફેશન શો યોજ્યો હતો. સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નેશનલ ઇન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી અવેરનેસ મિશન હાથ ધર્યું છે. આ મિશનના એક ભાગરૂપે ક્ધટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડ માર્ક ઓફિસે મહારાષ્ટ્ર ક્લાસ ઓનર્સ એસોસિએશનના વાર્ષિખ સમારંભમાં ઇન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઇટ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે વરિષ્ઠ ટીચર્સ, ઓથર્સ અને એનજીઓને તેમના સામાજિક યોગદાનને નૈતિક જુસ્સો અપાવવા માટે ઉજવાતા આ સમારંભમાં ૯૫૦થી વધુ ટીચર્સ એન્ ક્લાસ ઓનર્સ સહભાગી થયા હતા. દરમિયાન, શેરબજારમાં એફએમસીજી સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટ્યા હતા. બજારનો અંડરટોન નબળો ર્હયો હતો. સેન્સેક્સની ૩૦માંની આઠ કંપનીના શેરમાં સુધારો અને ૨૨ કંપનીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૫૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૬૫ ટકા, મીડ કેપ ૦.૬૩ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૬૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૬૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૬૮ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૬૮ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૬૯ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૦ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૫૧ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં એકમાત્ર એફએમસીજી ૧.૧૪ ટકા વધ્યો હતો, જ્યારે બેઝિક મટિરિયલ્સ ૨.૦૭ ટકા, સીડીજીએસ ૦.૪૬ ટકા, એનર્જી ૦.૯૩ ટકા, ફાઈનાન્સ ૦.૫૪ ટકા, હેલ્થકેર ૦.૯૨ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૯૯ ટકા, આઈટી ૦.૭૪ ટકા, ટેલિકોમ ૦.૯૫ ટકા, યુટિલિટીઝ ૨.૩૧ ટકા, ઓટો ૦.૩૬ ટકા, બેન્કેક્સ ૦.૬૨ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૩૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૨ ટકા, મેટલ ૦.૯૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૩૩ ટકા, પાવર ૨.૧૯ ટકા, રિયલ્ટી ૧.૧૯ ટકા અને ટેક ૧.૩૬ ૦.૯૩ ઘટ્યા હતા.

Google search engine