ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા મતદાનની તારીખ નજીક આવી રહી છે. પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભા માટેનું બે તબક્કામાં મતદાન થવાનું છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની ક્ષમતા અનુસાર જોર લગાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન આમ તો બીજા કામધંધા ઉપર ધ્યાન જતું નથી પરંતુ રાજકીય પક્ષોની સામગ્રી વેચનારાઓની દુકાન ધંધો કરતી હોય છે. જે તે પક્ષના ચૂંટણી ચિન્હ વાળી ટોપી, ખેસ, ટીશર્ટ, ઝંડા વગેરે જેવી સામગ્રી થોકબંધ વેચાતી હોય છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી આ દુકાનમાં તમામ પક્ષોની ચૂંટણી સામગ્રી મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે જનતાને લૂંટવામાં, ભ્રષ્ટાચાર કરવામાં તમામ રાજકીય પક્ષો એક છે. આ દુકાન આ વાતનું પ્રતીક હોય એવું લાગે છે. ગુજરાતના મતદારોને પૂછો ત્યારે મોટાભાગનો ગરીબ અને મધ્ય વર્ગ એક જ જવાબ આપતો હોય છે કે કોઈ પણ પક્ષ આવે આપણને શું ફેર પડે ?, કારણકે મોંઘવારી, અરાજકતા, પાયાની સુવિધાનો અભાવ, શિક્ષણ કે આરોગ્યને લગતી સમસ્યાઓ, સ્થાનિક સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. હજારો યુવાનોને પોતાની ઈચ્છા પ્રમાણે શિક્ષણ મળતું નથી અને શિક્ષણ મળે તો તે પ્રમાણેની રોજગારી, નોકરી કામધંધા મળતા નથી. ગરીબ અને મધ્યમવર્ગીય લોકો બે છેડા ભેગા કરવામાં જ જીવન ગુજારી દેતા હોય છે. રાજકીય પક્ષો ગમે તેટલા વચનો આપે, પરંતુ સરવાળે તો જનતાના ભાગે હાડમારી અને તકલીફો જ આવતી હોય છે. તમામ રાજકીય પક્ષો જનતાનો વિશ્વાસ ખોઈ ચૂક્યા છે. આ દુકાનમાં એક સાથે જ બધી વસ્તુઓ મળે છે ત્યારે સવાલ
એ જ છે કે કોઈ એક રાજકીય પક્ષ એવો છે જે બધાથી અલગ હોય અને જે ખરેખર સામાન્ય લોકોના જીવનમાં પણ આશાનું કિરણ લાવી શકે?
હમ સબ એક હૈ : ચૂંટણીમાં ઉપયોગ લેવામાં આવતા આવતી સામગ્રીનો ધમધોકાર ધંધો
RELATED ARTICLES