Homeટોપ ન્યૂઝInd Vs SL 2nd T-20: ટીમ ઈન્ડિયાને ફટકો, ઈજાને કારણે આ ખેલાડી...

Ind Vs SL 2nd T-20: ટીમ ઈન્ડિયાને ફટકો, ઈજાને કારણે આ ખેલાડી મેચ નહીં રમી

શ્રીલંકા સામેની ટવેન્ટી-20 સિરીઝ મેચ પૈકી ગુરુવારે બીજી ટવેન્ટી-20 મેચ પુણે ખાતે રમાયા પૂર્વે ટીમ ઈન્ડિયામાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. મેચ પહેલા ટીમમાંથી સંજુ સેમસનને ઈજાને કારણે પડતો મૂકવામાં આવ્યા છે, તેથી ટીમ સાથે પુણે જવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી મેચ પુણેમાં ગુરુવારે રમાડવામાં આવશે, જેમાં પહેલી મેચમાં ભારતે બે રનથી વિજય મેળવ્યો હતો, જેથી સિરીઝમાં ભારતે 1-0થી લીડ મેળવી છે, પરંતુ ટીમ ઈન્ડિયામાં સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને ઈજાને કારણે બીજી મેચમાં રમી શકશે નહીં, એવું જણાવાયું હતું.
એક અહેવાલ અનુસાર સંજુ સૈમસનના ઘૂંટણમાં ઈજા છે, તેથી ટીમ ઈન્ડિયા સાથે પુણે ગયો નથી. મુંબઈમાં સ્કેન માટે રોકવામાં આવ્યો છે, એવું સત્તાવાર જણાવાયું હતું. શ્રીલંકા સામેની પહેલી ટવેન્ટી-20 મેચમાં સંજુ સેમસને ડાઈવ મારીને કેચ પકડવા ગયો હતો, જેમાં તેના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. કેચ તો કરી લીધો હતો, પરંતુ જમીન પર પડવાને કારણે હાથમાંથી બોલ છૂટી ગયો હતો. જોકે, પહેલી મેચમાં તેને ફક્ત પાંચ રન બનાવ્યા હતા, જ્યારે સૈમસનના સ્થાને મિડલ ઓર્ડરમાં નવું રિપ્લેસમેન્ટ થઈ શકે છે. બીજી ટવેન્ટી-20માં સુકાની હાર્દિક પંડ્યાની ટીમમાં વિકેટ કિપર ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular