માંડવીના બિદડા પાસે નર્મદાની કેનાલમાં ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવ્યા બાદ પડ્યું મોટું ગાબડું

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રણપ્રદેશ કચ્છ માટે જીવાદોરી સમાન નર્મદા નદીનું નિયમિત પાણી પહોંચાડતી ૩૫૭ કિલોમીટર લાંબી નર્મદા કેનાલના નીર બંદરીય માંડવીના મોડકૂબા સુધી પહોંચાડવાની કામગીરી અંતર્ગત ટેસ્ટિંગ માટે મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ માંડવીના બિદડા ગામ પાસે ગત રાત્રે મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં લાખો લીટર પાણી આસપાસના વિસ્તારમાં વહી જતા વ્યાપકપણે નર્મદાના પાણીનો વ્યય થતાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં ગાબડા એ કચ્છીઓના જીવ કપાઈ જવા
સમાન છે.
જિલ્લામાં અનેક સ્થળે નર્મદા નહેરમાં બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા રહ્યા છે અને અનેક સ્થળે ગાબડા પણ પડી ચુક્યા છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વક કાર્યની સમીક્ષા કરાય એવી માગ
ઊઠી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.