મુંબઇઃ મુંબઈ જેવા મેટ્રો શહેરમાં મહિલાઓની છેડતીના બનાવો કંઇ નવા નથી, પરંતુ શહેરના પોશ અને સુરક્ષીત ગણાતા વિસ્તારમાં પણ જ્યારે મહિલાની છેડતી થવાના સમાચાર જાણવા મળે તો ખરેખર આશ્ચર્ય થાય. આવી જ એક ઘટના મુંબઇના પોશ વિસ્તારમાં બની છે. અભિનેતા અમિતાભ બચ્ચનના જૂહુ ખાતેના ‘પ્રતીક્ષા’ બંગલા પાસે એક મહિલાની કથિત છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેને લઇને એવા સવાલો ઊભા થાય છે કે જૂહુ જેવા પોશ વિસ્તારમાં પણ મહિલાઓ સુરક્ષીત નથી કે શું? જુહુ વિસ્તારમાં ઓટોરિક્ષામાં ધોળે દહાડે મહિલાની છેડતી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ 47 વર્ષના એક વ્યક્તિએ મહિલાની છેડતી કરી હતી. મહિલા ઓટો રિક્શામાં હતી. મહિલા આરોપીને ઓળખતી હતી કે નહીં એ અંગે કોઇ માહિતી જાણવા મળી નથી. પોલીસે આરોપીની ઓળખ અરવિંદ વાઘેલા તરીકે કરી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વાઘેલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 (એક મહિલા પર હુમલો અથવા તેની નમ્રતા પર અત્યાચાર કરવાના ઈરાદાથી ફોજદારી બળનો ઉપયોગ) હેઠળ FIR નોંધી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઓટોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી! અમિતાભ બચ્ચનના બંગલા પાસે 47 વર્ષના એક વ્યક્તિએ કર્યું કંઇક એવુ…..
RELATED ARTICLES