પ્રેમ આંધળો હોય છે, પરંતુ સમયની સાથે આજકાલના યુવાનોએ પ્રેમની વ્યાખ્યા બદલી નાંખી છે. બિહારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં 42 વર્ષીય શિક્ષકને તેની જ 20 વર્ષની વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ લવસ્ટોરી સત્ય છે. બંનેની ઉંમર વચ્ચે 22 વર્ષનો તફાવત છે. અંગ્રેજી કોચિંગ માટે આવેલી વિદ્યાર્થીનીને માસ્ટરે એવો પાઠ ભણાવ્યો કે તે પ્રેમમાં પડી ગઈ. અને પછી બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા. શિક્ષકે ગુરુવારે મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.