Homeઆમચી મુંબઈથાણેમાં 20 વર્ષની પરિણીતાએ ભર્યું અંતિમ પગલું

થાણેમાં 20 વર્ષની પરિણીતાએ ભર્યું અંતિમ પગલું

થાણે જિલ્લામાં 20 વર્ષની પરિણીતાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હોવાની પોલીસે સોમવારે માહિતી આપી હતી. નારપોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે રવિવારે બપોરે ભિવંડીના મનકોલી નાકા ખાતે એક પરિણીતાએ પોતાના ઘરમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થયા પછી પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અત્યાર સુધીમાં પરિણીતાએ શા માટે અંતિમ પગલું ભર્યું એના માટે નક્કર કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular