રેલવે બ્રિજ પરથી ૧૬ વર્ષની યુવતીનો ખાડીમાં કૂદકો મારી આત્મહત્યાનો પ્રયાસ, માછીમારોએ બચાવી

આમચી મુંબઈ

ભાયંદર: ભાયંદર અને નાયગાંવ રેલવે સ્ટેશન વચ્ચેના રેલવે બ્રિજ પરથી ૧૬ વર્ષની એક તરૂણીએ ખાડીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક માછીમારોની મદદથી તરૂણીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક વ્યક્તિએ સમ્રગ ઘટના વિડિયોમા કેદ કરેલ છે.
શનિવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ નાયગાંવ અને ભાયંદર રેલવે સ્ટેશનને જોડતા ભાયંદર ખાડી રેલવે બ્રિજ પર એક તરૂણી ઊભી હતી. તે પુલ પાસે લાંબા સમય સુધી ઊભી રહી હતી ત્યારે ખાડીમાં માછીમારી કરતા માછીમારોની નજર તેના પર પડી. માછીમારોએ તેણીને બૂમ મારીને પૂછ્યું હતું. જોકે, તેણીએ જવાબ આપ્યો ન હતો.
તેમાંથી કેટલાક લોકો તરત જ રેલવે પોલીસને આ અંગેની માહિતી આપવા ગયા હતા. જો કે તે પહેલા યુવતીએ રેલવે બ્રિજ પરથી ખાડીમાં છલાંગ લગાવી દીધી હતી. જે બાદ ત્યાંના માછીમારોએ ખાડીમાં ડૂબતી તરુણી સુધી પહોંચીને તેનો જીવ બચાવ્યો હતો. તરુણીને નાની હોડીની મદદથી કિનારે લાવવામાં આવી હતી. જે બાદ યુવતીને સારવાર માટે ભાયંદરની ભારતરત્ન પંડિત ભીમસેન જોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે શા માટે રેલવે બ્રિજ પરથી છલાંગ લગાવી તેનું કારણ સ્પષ્ટ થયું નથી.
નવઘર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.