કોઈપણ ઘરની સફાઈ તેના બાથરૂમ-ટોયલેટની સફાઈથી માપવામાં આવતી હોય છે
ઘણીવાર તમે ગમે તેટલી સફાઈ કરો, પરંતુ તમારા નળમાં આવતા હાર્ડ વૉટરને લીધે એસેસરીઝ સાફ દેખાતી નથી
નળ, બકેટ, ફ્લોર વગેરે પર સફેદ ડાઘ લાગે છે જે આખા બાથરૂમની સફાઈ ફિક્કી પાડી દે છે
તો આનું સોલ્યુશન આજે અમે તમને આપશું. આ ઘરેલું ટીપ્સ તમારી એસેસરિઝને પણ ચમકતી કરી દેશે
તમારે આ વ્હાઈટ ડાઘ પર ટૂથપેસ્ટ લગાવી દેવાની છે અને પછી પાંચેક મિનિટ તેને ઘસી સાફ કરવાનું છે
તમે વ્હાઈટ વિનેગરને ડાઘવાળી વસ્તુઓ પર છાંટી દો. 15-20 મિનિટ બાદ સ્વચ્છ પાણીથી સાફ કરી દો
બેકિંગ સોડામાં પાણી ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લો. હાથમાં ગ્લોવ્સ પહેરી જે તે વસ્તુઓ પર રગડી નાખો
જો બીજું કંઈ ન મળે તો લીંબુ લઈ તેને નળ પર કે શાવર પર ઘસો. થોડી વાર છોડી દો પછી પાણીથી સાફ કરો