તમે ખરીદેલી બનારસી સાડી અસલી છે કે નકલી? આ ટિપ્સની મદદથી ઓળખો...

મોટાભાગની માનુનીઓના કલેક્શનમાં એકાદ બનારસી સાડી હોય જ છે

બનારસી સાડી એકદમ રોયલ લૂક આપવાની સાથે સાથે તે ખૂબ જ સુંદર પણ હોય છે

જોકે, આજના મિલાવટના જમાનામાં બનારસી સાડીમાં પણ અસલી નકલીનો પંગો છે

તમે ખરીદેલી બનારસી સાડી અસલી છે નકલી એ પારખવું ખૂબ જ સરળ છે

આજે અમે અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમે આ ફરક પારખી શકશો

બનારસી સાડીને સ્પર્શીને જુઓ, જો તેના ફેબ્રિકમાં ગરમાવો છે તો તે 100 ટકા અસલી છે

આ સાડીની ચમક પ્રકાશ પ્રમાણે બદલાય છે એટલે તમે એના પરથી પણ ઓળખી શકો છો

સાડીના નાનકડો ટૂકડાને આગમાં નાખો, બાદમાં રાખને તપાસો, જો તે ભૂક્કો થઈ જાય તો સાડી અસલી છે

અસલી બનારસી સાડીનું જરી વર્ક ખૂબ ફિનિશિંગવાળું હોય છે, જ્યારે નકલીમાં દોરા ધાગા જોવા મળે છે

બનારસી સાડીમાં જ્યાં વર્ક ઓછું છે ત્યાં અંગૂઠો મૂકો, જો આરપાર દેખાય તો તે અસલી છે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...