ઘણીવાર ઘરમાં ઘણી સફાઈ કરવા છતાં ફ્રેશનરની જરૂર લાગે છે, જે બજારમાં મળે જ છે
પણ આજે અમે તમને સાવ મફતના ભાવે ઘરની વસ્તુઓથી જ રૂમ ફ્રેશનર બનાવવાની ટીપ્સ આપી રહ્યા છીએ
સૌ પ્રથમ તમારે નાની પ્લાસ્ટિકની ત્રણ ડબ્બી લેવાની છે અને તેનાં ઢાંકણામાં નાના કાણા પાડવાના છે
કાણા પાડવા તમારે કાંટાચમચી લઈ તેને ઉપરથી ગરમ કરવાની છે અને ઢાંકણામાં ભરાવવાની છે
હવે તમારે ડબ્બીમાં એક ચમચી નમક, એક ચમચી બેકિંગ સોડા લેવાનો છે મિક્સ કરવાના છે
ત્યારબાદ તેમાં વ્હાઈટ વિનેગર અને તમારા ઘરમાં જે શેમ્પુ હોય તે નાખી મિશ્રણ તૈયાર કરવાનું છે
આ તૈયાર કરેલા મિશ્રણની બે ડબ્બીમાં તમારે ફિનાઇલની એક ગોળી મૂકવાની છે અને એકમાં પરફ્યુમ નાખવાનું છે
જેમાં પરફ્યુમ નાખ્યું છે તે ડબ્બી તમે કપડાનાં કબાટમાં કે બાથરૂમમાં અને રૂમમાં મૂકી શકો છો
જેમાં ફિનાઈલની ગોળી છે તે શૂઝરેકમાં, ટોયલેટમાં, બાલ્કનીમાં મૂકી શકો છો જ્યા મચ્છર આવવાની સંભાવના છે