વૉશિંગ મશીનને લીધે કપડા ધોવાનું કામ આસાન થયું છે, લાઈટ કલરના કપડાને હાથથી ઘસવા પડે છે

સફેદ કે લાઈટ કલરના શર્ટ્સના કોલર સાફ કરવામાં જો તમને વધારે સમય લાગતો હોય તો આ ટીપ્સ તમારી માટે છે

સૌ પ્રથમ તમારે બેકિંગ સોડા બે ચમચી લેવાની છે અને તેમાં પાણી ઉમેરી તેની થિક પેસ્ટ તૈયાર કરવાની છે

આ પેસ્ટને તમારે મેલા થયેલા કોલર પર બરાબર લગાવી દેવાની છે અને પછી તેને એકાદ બે મિનિટ માટે છોડી દો

ત્યારબાદ તમારે  જૂનું ટૂથબ્રશ લેવાનું છે અને આ પેસ્ટ સાથે કોલર ઘસવાનો છે, પણ હળવે હાથે ઘસજો

હવે આ ભાગ સાથે જ તમે આખા શર્ટને સારા સાબુથી ઘસી ધોઈ નાખો અને સ્વચ્છ પાણીથી સાફ કરો

શર્ટ જ્યારે તમે તડકામાં સૂકવ્યા બાદ જોશો તો ધોળા ફૂલ જેવો થઈ ગયો હશે અને કોલર પણ એકદમ સાફ દેખાશે

આ સાથે તમારા શર્ટમાંથી આવતી પરસેવા કે ધૂળમાટીની વાસ પણ દૂર થશે ને શર્ટ નવો લાગશે