રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીનું જામનગર ખાતેનું એનિમલ કેર સેન્ટર સામે સુપ્રીમ કોર્ટે ગંભીર સવાલો કર્યા છે
આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કરેલી સુનાવણીમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે
અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતું વનતારા જામનગરમાં આવેલું છે અને ઘણું ફેમસ છે
આ વનતારામાં દેશ-વિદેશમાંથી આવેલા ઘણા પ્રાણીઓને રાખવામાં આવે છે, ઈજાગ્રસ્તોની સારવાર થાય છે
પણ હાલમાં સુપ્રીમ કોર્ટે આ વનતારામાં થતી પ્રવૃત્તિઓ સામે થયેલી યાચિકાની સુનાવણી કરી છે
વનતારામાં પ્રાણીઓ કાયદાનું ઉલ્લંઘન કરી લાવવામા આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે
વનતારામાં પ્રાણીઓ સંબંધિત થતી તમામ પ્રક્રિયા અને પ્રવૃત્તિઓ કાયદાને અનુસરીને થઈ છે કે નહીં તેની તપાસ થશે
કમિટીમાં અધ્યક્ષ પૂર્વ ન્યાયાધીશ ચેલમેશ્વર રહેશે. તેમની સાથે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્ર ચૌહાણ પણ રહેશે
આ સાથે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે, કસ્ટમ્સના એડીશનલ કમિશનર અનિશ ગુપ્તાનો સમાવેશ થાય છે
વનતારાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને એસઆઈટી ટીમને સંપૂર્ણ સહકારની તૈયારી બતાવી છે
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો